Vadodara: જિમમાં હાઈટ માપવાના બહાને સગીર ટ્રેનરના સગીરા સાથે અડપલાં

📅 Published: September 10, 2026 | 📂 Category: Baroda

શહેરના વાસણા રોડના જિમમાં ફિટનેસ માટે જતી 15 વર્ષીય સગીરાને હાઈટ માપવાના બહાને કેબિનમાં લઈ જઈ સગીર ટ્રેનરે શારીરિક અડપલાં કર્યા હતા. ઘટના બાદ ફ્ફ્ડી ઊઠેલી સગીરાએ પરિવારજનોને આપવીતી જણાવતાં ગુરૂવારે સાંજે અકોટા પોલીસ મથકે સગીર વિરુદ્ધ છેડતી અને પોક્સોનો ગુનો નોંધાયો હતો.

વાસણા રોડ સ્થિત મનીષા ચોકડી વિસ્તારમાં એક જિમમાં 15 વર્ષીય સગીરા છેલ્લાં બે મહિનાથી નિયમિત વર્કઆઉટ માટે જતી હતી. ગત 4 તારીખે સાંજના 4થી 5 વાગ્યાના સુમારે સગીરા જ્યારે જિમમાં હતી, ત્યારે ત્યાં ટ્રેનર તરીકે ફરજ બજાવતા 16 વર્ષીય કિશોરે તેણીને નિશાન બનાવી હતી. ટ્રેનરે સગીરાને તારી હાઈટ માપવી છે તેમ કહીં કેબિન તરફ્ લઈ ગયો હતો. જ્યાં સીસીટીવી કેમેરા ન હોવાનો ગેરલાભ ઉઠાવી ટે્રનરે સગીરાનો હાથ પકડી શારીરિક છેડછાડ કરી ગાલ પર અણછાજતી હરકત કરી હતી. આ બનાવથી સગીરા ભારે દહેશતમાં આવી તેણે જિમ જવાનું બંધ કરી દીધું હતું. સગીરા અચાનક ડરી ગયેલી જણાતાં તેના પિતાએ જિમ કેમ જતી નથી ? તેમ પૂછપરછ કરી હતી. જેથી સગીરાએ જિમમાં સગીર ટ્રેનરે તેની સાથે આચરેલી ગંદી હરકતોની સમગ્ર વિગત પિતા સમક્ષ વર્ણવી હતી. દીકરી સાથે બનેલી શરમજનક ઘટના જાણી પિતા સ્તબ્ધ થઈ ગયા અને તાત્કાલિક અકોટા પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *