BRICS Summitની વચ્ચે દિલ્હી મેટ્રોના સમયમાં મોટો બદલાવ, જાણી લો અહીં શેડ્યુલ

📅 Published: September 11, 2026 | 📂 Category: India National

BRICS Summit 2026: 18મી બ્રિક્સ (BRICS) સમિટ માટે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે અને અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા માટે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે: રવિવારે (૧૩ સપ્ટેમ્બર) તમામ દિલ્હી મેટ્રો લાઈનો પર સેવાઓ સામાન્ય સમય કરતાં વહેલી એટલે કે સવારે 6 વાગ્યે શરૂ થશે.

DMRC એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે જાહેરાત કરી હતી. પોતાની પોસ્ટમાં DMRC એ જણાવ્યું હતું કે, “બ્રિક્સ સમિટને કારણે ટ્રાફિક નિયંત્રણો વચ્ચે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાની અવરજવર સરળ અને સમયસર રહે તે માટે રવિવાર, 13 સપ્ટેમ્બરના રોજ તમામ લાઈનો પર મેટ્રો ટ્રેન સેવાઓ સવારે ૬:૦૦ વાગ્યે શરૂ થશે. વિદ્યાર્થીઓ અને મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તે મુજબ તેમની મુસાફરીનું આયોજન કરે.” આ નિર્ણયથી એવા વિદ્યાર્થીઓને વિશેષ રાહત મળશે જેમણે રવિવારે પરીક્ષા આપવા માટે વિવિધ સ્થળોએ જવાનું છે. આ ઉપરાંત, સામાન્ય મુસાફરો ટ્રાફિક ડાયવર્ઝન (માર્ગ પરિવર્તન) થી બચવા માટે મેટ્રોનો ઉપયોગ કરી શકશે.

ભારત મંડપમ ખાતે બ્રિક્સ સમિટ

18 મી બ્રિક્સ સમિટ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહી છે. સમિટ માટે સમગ્ર શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને અનેક મુખ્ય વિસ્તારોમાં સામાન્ય જનતાની અવરજવર પર નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન મ્યુઝિયમ અને અમૃત ઉદ્યાન મુલાકાતીઓ માટે શુક્રવારથી રવિવાર સુધી બંધ રાખવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે શનિવારે રાષ્ટ્રપતિ ભવનના ફોરકોર્ટ (આંગણા)માં યોજાતો ‘ચેન્જ ઓફ ગાર્ડ’ સમારોહ આ શનિવારે યોજાશે નહીં.

રસ્તાઓ પર ટ્રાફિક ડાયવર્ઝન

દિલ્હી પોલીસે શુક્રવારે બ્રિક્સ સમિટ અંગે ટ્રાફિક એડવાઈઝરી પણ બહાર પાડી હતી. એડવાઈઝરી મુજબ, સમિટ દરમિયાન બપોરે 2:00 થી રાત્રે 8:30 વાગ્યાની વચ્ચે દિલ્હીના મુખ્ય માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે અને તેનું નિયમન કરવામાં આવશે. પોલીસે લોકોને ઘરની બહાર નીકળતા પહેલા તેમની મુસાફરીનું આયોજન કરવા અને મુસાફરી માટે વધારાનો સમય ફાળવવા વિનંતી કરી છે. મુસાફરોને જાહેર પરિવહન ખાસ કરીને મેટ્રોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત લોકોને નિર્ધારિત ડાયવર્ઝન રૂટ અને ટ્રાફિક પોલીસ કર્મચારીઓની સૂચનાઓનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.

પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ઇમરજન્સી અને આવશ્યક સેવાઓના વાહનોને પ્રાથમિકતા આપવામાં આવશે. સરકારી કચેરીઓમાં પણ રજા

બ્રિક્સ (BRICS) સમિટને કારણે, દિલ્હી સરકારે 11 સપ્ટેમ્બરે પોતાની કચેરીઓ માટે રજા જાહેર કરી છે. કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે પણ તે દિવસે કેન્દ્ર સરકારની કચેરીઓમાં રજા અંગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો છે.

આ પણ વાંચો: BRICS Summitમાં મહેમાનો માટે ખાસ ભેટ, બિહાર-ગુજરાત અને ઓડિશા સાથે છે કનેક્શન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *