Stock Market Close: : દિલ્હી બ્રિક્સ સમિટ વચ્ચે શેરબજારમાં ભારે ઉથલપાથલ, સેન્સેક્સ 74,781.76 અંકે બંધ

📅 Published: September 11, 2026 | 📂 Category: Business

શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી તીવ્ર ઘટાડા સાથે ખૂલ્યા હતા. જો કે દિવસ દરમિયાન બંને સૂચકાકો રિકવર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દિલ્હીમાં યોજાતી બ્રિક્સ સમિટ વચ્ચે શેરબજારમાં ભારે ઉથલપાથલ. બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ −120.84 (0.16%) પોઈન્ટ ઘટી  74,781.76ના અંક પર બંધ થયો. જયારે આ જ સમયે નિફ્ટી સૂચકાંક −79.70 (0.34%)પોઈન્ટ ઘટી 23,398.10 ના અંક પર બંધ થયો. 

સપ્તાહના અંતિમ દિવસે બજારમાં મોટો ઘટાડો

સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે ભારતીય શેરબજારની નબળી શરૂઆત. દિલ્હીમાં જયાં બ્રિક્સ સમિટનું શાનદાર આયોજન થઈ રહ્યું છે. ત્યાં બજારમાં આજે મોટી ઉથલપાથલ જોવા મળી. બજારના આરંભે નિફ્ટી 50 222.55 પોઈન્ટ અથવા 0.95% ઘટીને 23,255.25 ના સ્તર પર અને સેન્સેક્સ 682.41 પોઇન્ટના ઘટાડા સાથે 74,220.18 સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

બજારમાં મોટો ઘટાડો છતાં 2 શેરે માર્યું મેદાન

શુક્રવારના દિવસે બજાર લાલ નિશાન સાથે ખુલતા રોકાણકારોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો. આમ છતાં આજે કિર્લોસ્કર ઇન્ડસ્ટ્રીઝના શેર ખરીદવાની ભારે માંગ દેખાઈ. આજ બપોર સુધીમાં આ શેરમાં 4,63,398 શેરનું ટ્રેડિંગ વોલ્યુમ જોવા મળ્યું. આ સિવાયર ૧૯૨૫ની કંપની રેમન્ડ લિમિટેડના શેરમાં આજે શુક્રવારે વધારો જોવા મળ્યો છે. આજે આ શેર ૨૦ ટકાના ઉછાળા સાથે નવો રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યો છે. દિવસ દરમિયાન, કંપનીના શેરનો ભાવ ૨૦ ટકા વધીને ૧૦૨૪ રૂપિયાના ઇન્ટ્રા-ડે ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. છેલ્લા બે અઠવાડિયામાં કંપનીના શેરના ભાવમાં 57 ટકાનો વધારો થયો છે, જે શેરના પ્રદર્શનનું સ્પષ્ટ પ્રતિબિંબ છે.

શુક્રવારે શેરબજારની નબળી હાલત

બજારની નબળી શરૂઆત થતા સવારથી જ દલાલ સ્ટ્રીટમાં ઉદાસીનતા છવાઈ ગઈ છે. BSE પર લિસ્ટેડ 4,428 શેરોમાંથી ફક્ત 1,540 લીલા સર્કિટમાં છે. કુલ 2,675 શેર લાલ સર્કિટમાં છે. આમાંથી 202 શેર નીચલા સર્કિટમાં છે, જ્યારે 169 શેર ઉપલા સર્કિટમાં છે.

દિલ્હીમાં બ્રિકસ સમિટ

શનિવારથી દિલ્હીમાં બ્રિકસ સમિટની શરૂઆત થશે. વૈશ્વિક સ્તરે બદલાતી પરિસ્થિતિની તમામ દેશો પર અસર થઈ રહી છે. આર્થિક અસ્થિરતા, દેશોના રાજકીય અને આર્થિક બંને મોરચે કંઇક નવા આયામ બનાવી રહી છે. આ વખતે બ્રિકસની યજમાની ભારત કરી રહ્યું છે. દિલ્હીમાં ઘર આંગણે યોજાતી બ્રિક્સ સમિટ ભારતની ઇકો સિસ્ટેમને મજબૂત કરશે કે પછી કોઇ ખરાબ પરિણામ આવશે તે સમય જ કહેશે. જો કે બ્રિક્સની યજમાની દ્વારા ભારતની ઇકોસિસ્ટમને મજબૂત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે આજે ભારતના શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો.

આ પણ વાંચો: Petrol Diesel Price Today: પેટ્રોલ ડીઝલના ભાવમાં થઇ શકે છે વધારો, ક્રૂડ ઓઇલ 100 ડોલરને પાર, જાણો આજનો રેટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *