Bhavnagar News: સિહોરમાં પીપળીયા વાળી નદીના વોકળામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, 1.19 લાખનો મુદ્દામાલ જપ્ત

📅 Published: September 11, 2026 | 📂 Category: Crime

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. સિહોર પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, પીપળીયા વાળી નદીના વોકળા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર અચાનક દરોડો પાડતા દારૂ બનાવવાનું નેટવર્ક ખુલ્લું પડ્યું હતું.

દેશી દારૂ, વોશ અને સાધનો સહિત રૂ. 1.19 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

દરોડા દરમિયાન પોલીસને ઘટના સ્થળેથી દેશી દારૂ બનાવવાની સક્રિય ભઠ્ઠી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી તૈયાર દેશી દારૂ, દારૂ બનાવવાનો કાચો આથો (વોશ) તેમજ ભઠ્ઠી અને દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનો જપ્ત કર્યા છે. પોલીસે આ દરોડા દરમિયાન કુલ રૂ. 1,19,500 ની કિંમતનો મુદ્દામાલ પોતાના કબજે લીધો છે.

Bhavnagar News: Country-Made Liquor Den Busted in Sihor, Items Worth ₹1.19 Lakh Seized

બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર, પોલીસે શોધખોળ હાથ ધરી

પોલીસની આ કાર્યવાહી દરમિયાન દારૂની ભઠ્ઠી ચલાવનારા બંને આરોપીઓ સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા. પ્રાથમિક તપાસ બાદ પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્ર ગતિમાન કર્યા છે. આ મામલે સિહોર પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Bhavnagar : સનફ્લાવર તેલના કારણે પરિવારના 2 સભ્યોની તબિયત લથડી? ભેળસેળની ફરિયાદ બાદ ખુલ્લા તેલના પેકિંગનો ખેલ સામે આવ્યો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *