Indore : હોટલના રૂમ નંબર 101માં બ્યુટિશિયનનું રહસ્યમય મોત, સાથે આવેલા શખ્સની શોધખોળ

📅 Published: September 11, 2026 | 📂 Category: India National

ઇન્દોરના LX હોટલના રૂમ નંબર 101માં બ્યુટિશિયન સોનિલા શર્મા નામની યુવતીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં ચકચાર મચી છે. મહિલા હોટલના રૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ હતી, પરંતુ ડોક્ટરોએ તપાસ બાદ મૃત જાહેર કરી હતી. હવે પોલીસ તે વ્યક્તિની શોધ કરી રહી છે, જે મહિલા સાથે રૂમમાં હાજર હતો.

બેભાન મળી, હોસ્પિટલ પહોંચે તે પહેલાં ગંભીર સ્થિતિ

પોલીસને સોનિલા શર્માની તબિયત અંગે આશરે બપોરે 2 વાગ્યે માહિતી મળી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે ત્યાં સુધી તેની હાલત ગંભીર હતી. પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પ્રાથમિક રિપોર્ટમાં ફાંસાથી મોતનો એંગલ સામે આવ્યો છે. જોકે મોતનું ચોક્કસ કારણ શોર્ટ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ સ્પષ્ટ થશે.

મહિલા બાદ રૂમમાં પહોંચ્યો હતો પાઇપ વેપારી

મળતી માહિતી મુજબ સોનિલા શર્મા હોટલ પહોંચ્યાના આશરે 1 કલાક બાદ પાઇપ વેપારી દીપક ખંડેલવાલ પણ રૂમ નંબર 101માં પહોંચ્યો હતો. તે આશરે 40 મિનિટ સુધી રૂમમાં રહ્યો હોવાની માહિતી છે. ત્યારબાદ તે રૂમમાંથી બહાર આવ્યો અને હોટલ સ્ટાફને સોનિલા બેભાન હોવાની જાણ કરી હતી.

હોટલ સ્ટાફ દોડી આવ્યો, હોસ્પિટલ ખસેડાઈ

મહિલા બેભાન હોવાની જાણ થતાં હોટલ સ્ટાફે તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. સમગ્ર ઘટનાક્રમમાં દીપક ખંડેલવાલાની હાજરીને કારણે પોલીસ તેની પૂછપરછ કરવા માંગે છે.

CCTVમાં પણ કેદ થયો ઘટનાક્રમ

પોલીસને હોટલના CCTV ફૂટેજ મળ્યા છે. તેમાં મહિલાને કારમાં હોસ્પિટલ લઈ જતી જોવા મળે છે. પોલીસ હવે હોટલમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ ઉપરાંત રૂમમાં બનેલી ઘટનાથી જોડાયેલા અન્ય પુરાવાઓની તપાસ કરી રહી છે.

દીપક ખંડેલવાલા ક્યાં છે?

હાલ પોલીસ દીપક ખંડેલવાલાની શોધમાં છે. તે મળી આવ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે કે રૂમ નંબર 101માં સોનિલા સાથે શું થયું હતું અને તે કયા સંજોગોમાં બેભાન થઈ હતી. પોલીસ માટે આ પૂછપરછ કેસની ગૂંથણી ઉકેલવામાં મહત્વની બની શકે છે.

શોર્ટ પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ખુલશે મોતનું રહસ્ય?

પ્રાથમિક પોસ્ટમોર્ટમમાં ફાંસાથી મોતનો એંગલ સામે આવ્યા બાદ હવે પોલીસ શોર્ટ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. સાથે જ સોનિલાના પરિજનોના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ પરિવાર મૃતદેહને અંતિમ સંસ્કાર માટે રાજગઢ લઈ ગયો છે. હવે સૌથી મોટો સવાલ એ જ છે કે હોટલના રૂમ નંબર 101માં આખરે શું થયું?  

આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : મકાન માલિક હવે 3 મહિનાનું ભાડુ એડવાન્સ લઇ શકશે, જાણો, તમારા મનમાં છે તે બધા સવાલોના જવાબ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *