મ્યુ. કમિશનરની ટકોર બાદ સોલિડ વેસ્ટ વિભાગ અને વોર્ડની ટીમે કડક કાર્યવાહી કરી શુક્રવારે 31 એકમો સામે દંડનીય પગલાં લીધાં હતાં, જેમાં 7 એકમો સીલ કરી રૂા.82,700નો દંડ વસૂલાયો હતો. વોર્ડ 15ના વાઘોડિયા રોડ પર દુકાનો આગળ ગંદકી બદલ રૂા.22,700 દંડ અને 1 દુકાન સીલ કરાઈ. વોર્ડ 8માં ગોરવામાં બાંધકામ સ્થળેથી વાહનો દ્વારા રસ્તા પર માટી ફેલાવવા બદલ 15 હજાર દંડ કરાયો. વોર્ડ 3માં સમા-હરણીમાં ગંદકી બદલ 8 એકમને નોટિસ આપી 10 હજાર દંડ વસૂલ્યો. વોર્ડ 7માં કોઠી ચાર રસ્તાથી જ્યુબિલીબાગ સુધી 16 એકમોને નોટિસ અપાઈ. વોર્ડ 10માં ભાયલી સહિત જાહેર માર્ગ પર કચરો નાખનારાં 7 એકમો સીલ કરાયાં તથા ભાયલી રોડ પર રૂા.35 હજારનો દંડ વસૂલાયો હતો. સવારે 9થી 5 ડોક્ટર ન હોય તો નહિ ચાલે
અર્બન હેલ્થ સેન્ટરમાં તબીબ ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો ઊઠી હતી. પાલિકામાં મળેલી બેઠકમાં ચર્ચા બાદ ચેરમેન જ્યોતિબેન પંડ્યાએ કહ્યું કે, અર્બન હેલ્થ સેન્ટરમાં તબીબોએ સવારે 9થી સાંજના 5 સુધી રહેવું પડશે. તેટલું જ નહીં સિક્યુરિટી ગાર્ડની દાદાગીરી અંગે પણ થયેલી ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવી છે. આરોગ્ય સમિતિની બેઠક, ફાઇલેરિયા શાખાના કર્મીને કાયમી કરવા વિચારણા
પાલિકાના આરોગ્ય સમિતિની બેઠકમાં અર્બન હેલ્થ સેન્ટર પર દર્દીની પરેશાની, ગંદા પાણી અને પાણીજન્ય રોગચાળા પર પણ ચર્ચા કરાઈ હતી. ફાઇલેરિયા શાખાના વર્ષોથી કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા અંગે ચર્ચા કરાઇ હતી.
સોલિડ વેસ્ટ વિભાગ-વોર્ડની ટીમનો ધમધમાટ:ગંદકી કરનારા સામે પાલિકાની કાર્યવાહી 31 એકમોને નોટિસ, 7ને સીલ કરાયાં
📅 Published: September 12, 2026 |
📂 Category: gujarati-news
