Ahmedabad : મણિનગર ઉત્તમનગર ગાર્ડન પાસે પીવાના પાણીનું લીકેજ થતા હજારો લિટર પાણી ગટરમાં વહી ગયું

📅 Published: September 11, 2026 | 📂 Category: Ahmedabad

શહેરના મણિનગર વોર્ડમાં આવેલા ઉત્તમનગર ગાર્ડન પાસે શુક્રવારની વહેલી સવારે પીવાના શુદ્ધ પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર કિંમતી પાણી રસ્તા પર વહીને ગટરમાં વેડફાઈ ગયું હતું. વહેલી સવારે ગાર્ડનમાં વોકિંગ, કસરત અને દોડવા માટે નીકળેલા સ્થાનિક નાગરિકોને રસ્તા પર જળબંબાકારની સ્થિતિના કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી.

સ્થાનિકોનું કહેવું છે કે પાણીના આ ભયાનક લીકેજ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના મણિનગર વોર્ડના વોટર સપ્લાય વિભાગને તુરંત જાણ કરવામાં આવી હતી. આમ છતાં, કલાકો સુધી તંત્રના કોઈ કર્મચારી કે અધિકારી સ્થળ પર ફરક્યા સુદ્ધાં ન હતા. તંત્રની આ નિષ્ક્રિયતાના કારણે પીવાનું ચોખ્ખો જથ્થો સતત ગટરમાં ભળીને બગાડ પામતો રહ્યો હતો, જેને પગલે વિસ્તારના લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

એક તરફ્ અમદાવાદના અનેક વિસ્તારોમાં રહીશોને પીવાના શુદ્ધ પાણી માટે ઊંડા ખાડા ખોદીને મોટર મૂકી પાણી ખેંચવાની નોબત આવી રહી છે, ત્યારે બીજી તરફ્ તંત્રની આળસને કારણે હજારો લિટર પાણીનો આ પ્રકારે બેરોકટોક વ્યય થઈ રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *