બ્રિક્સની ઇકોનોમી અમેરિકા કરતાં 3 ગણી મોટી:10 વર્ષ પછી ભારતમાં સાથે દેખાશે મોદી-પુતિન-જિનપિંગ; 20 દેશોના નેતાઓ પણ સામેલ થશે

📅 Published: September 12, 2026 | 📂 Category: International

BRICS સમિટ શનિવારથી નવી દિલ્હીમાં શરૂ થવા જઈ રહી છે. ભારતમાં યોજાનાર BRICS સમિટમાં 10 વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એકસાથે જોવા મળશે. આ ત્રણેય નેતાઓ આ પહેલા 2016માં ગોવામાં યોજાયેલા BRICS સમિટમાં એકસાથે સામેલ થયા હતા. સમિટમાં BRICSના 11 સભ્ય દેશો ઉપરાંત 10 ભાગીદાર દેશોના નેતાઓ પણ સામેલ થશે. BRICSની તાકાતને માત્ર સભ્ય દેશોની સંખ્યાથી જ નહીં, પરંતુ તેમની વસ્તી અને અર્થતંત્રથી પણ સમજી શકાય છે. 11 સભ્ય દેશોમાં દુનિયાની લગભગ 49.5% વસ્તી રહે છે. એટલે કે દુનિયાના લગભગ દર બેમાંથી એક વ્યક્તિ BRICS દેશોમાં રહે છે. અર્થતંત્રની વાત કરીએ તો PPP એટલે કે ખરીદ શક્તિના આધારે BRICS દેશોનું કુલ અર્થતંત્ર દુનિયાનું લગભગ 39% છે. આ અમેરિકાના અર્થતંત્રની સરખામણીમાં લગભગ 3 ગણું છે. PM મોદી 4 વર્લ્ડ લીડર્સને મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કેટલાક વિદેશી નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આજના દિવસની પળેપળની અપડેટ્સ માટે નીીચે બ્લોગ વાંચો…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *