દિવ્ય ભાસ્કર, વડોદરા આવૃત્તિની 22મી વર્ષગાંઠ નિમિત્તે ટાઈમ કેપ્સ્યૂલનો અનોખો પ્રયોગ લઈને આવ્યું છે, જે અંગે શુક્રવારે કાર્યક્રમ યોજાયો હતો. 50 હજાર નાગરિકો વિશેષ કાગળ પર પોતાની લાગણીઓ-વિચારો લખીને તે કાગળ ટાઇમ કેપ્સ્યૂલમાં મૂકશે. આ કેપ્સ્યૂલ 25 વર્ષ બાદ 50 યુવાન કસ્ટોડિયન ખોલશે. 11 સપ્ટેમ્બરે હોટેલ ગ્રાન્ડ મેક્યોરમાં શહેરનાં 70 પ્રબુદ્ધ નાગરિકે કાગળમાં વાતો-લાગણીઓ લખી ટાઈમ કેપ્સ્યૂલમાં મૂકવાનાં શ્રીગણેશ કર્યાં હતાં. જેમાં મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન વર્ષા વ્યાસ, દંડક વિજય ચૌહાણ, શહેર ભાજપ પ્રમુખ ડૉ.જયપ્રકાશ સોની, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની પુત્રી બિયાન્કા, વડોદરા મેરેથોનનાં ચેરપર્સન તેજલ અમીન, એજ્યુકેશનાલિસ્ટ રાધિકા નાયર, પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, એલેમ્બિક ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ અમીન, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, એડવોકેટ શૈલેષ પટેલ, બરોડા બાર એસો.ના પ્રમુખ હસમુખ ભટ્ટ, ક્રેડાઈ પ્રમુખ મયંક પટેલ, ક્રેડાઇના સભ્ય પ્રિતેશ શાહ, ગુજરાતી ફિલ્મોના એક્ટર ચેતન ધાનાણી, VCCI પ્રમુખ હિમાંશુ પટેલ, VCCI ઉપપ્રમુખ જલેન્દુ પાઠક, કેજેઆઈટીના પ્રેસિડેન્ટ ધર્મેશ પંડ્યા, ભાજપના અગ્રણી સુરેશ પટેલ, નર્સિંગ સ્ટુડન્ટ એડવાઈઝર કમલેશ પરમાર, શ્રેયસ ગ્રૂપનાં નીતાબેન જાની, સિગ્મા યુનિ.ના પ્રેસિડેન્ટ હર્ષ શાહ, સભા સેક્રેટરી ચિંતન દેસાઈ, ઇસ્કોનના કિશોર ચૈતન્યદાસજી અને સહદેવદાસજી, ચિત્રકાર અરુણાંશુ ચૌધરી, સેલિબ્રિટી શેફ આનલ કોટક, સીએ મનીષ બક્ષી, એફજીઆઇ પ્રમુખ સમીર ખેરા, સિગ્મા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પ્રિયાંક પટેલ, કોમેડી ફેક્ટરીના મનન દેસાઈ, ધ લવારી શોના ઓમ ભટ્ટ અને ચિરાયુ મિસ્ત્રી, એન્કર જિંદલ દીક્ષિત, ફેશન ડિઝાઈનર-મોડેલ કાનન ભટ્ટ, નેશનલ વોલીબોલના પૂર્વ કપ્તાન દિશાંત શાહ, કવિ હરીશ શાહ, રેસર મીરા એરડા, માઉન્ટેનિયર નિશા કુમારી, GMERSના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.અનુપ ચંદાણી, કન્ટેન્ટ ક્રિયેટર્સ અને બ્લોગર્સ આત્મીય પટેલ, જીગર પટેલ, મૃણાલ બ્રહ્મભટ્ટ, જૂહી પટેલ, અંકિત ચૌહાણ, હર્ષિત મહેતા, શ્રુતિ રાજપૂત, હેત શાહે કાગળ લખી કેપ્સ્યૂલમાં નાખ્યો હતો. દિવ્ય ભાસ્કર-વડોદરાના 23મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે 11 સપ્ટેમ્બર ને શુક્રવારે વિશેષ કાર્યક્રમ હેઠળ ટાઈમ કેપ્સ્યૂલ ખુલ્લી મૂકવામાં આવી હતી. જેમાં શહેરનાં વિવિધ ક્ષેત્રના 70 લોકોએ 100 વર્ષ સુધી કંઈ ન થાય તેવા કોફી પેપરમાં પોતાની લાગણીઓ લખી કાગળને ટાઈમ કેપ્સ્યૂલમાં મૂક્યો હતો. એલેમ્બિક ગ્રૂપના એમડી પ્રણવ અમીન, નવરચના એજ્યુકેશન સોસાયટીનાં ચેરપર્સન તેજલ અમીન, શહેર ભાજપ પ્રમુખ ડૉ.જયપ્રકાશ સોની, સિગ્મા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ હર્ષ શાહ, ધ કોમેડી ફેક્ટરીના મનન દેસાઈ, ઓમ ભટ્ટ તથા ચિરાયુ મિસ્ત્રીએ ટાઈમ કેપ્સ્યૂલ રિવીલ કરી હતી. ત્યારબાદ તમામે કોફી પેપર પર પોતાની લાગણીઓ લખી હતી. ત્યારબાદ તમામે કાગળ ટાઇમ કેપ્સ્યૂલમાં મૂક્યો હતો. નોંધનીય છે કે, દિવ્ય ભાસ્કરના આ પ્રકલ્પનો એક વીડિયો પણ આ જ કાર્યક્રમમાં રિલીઝ કરવામાં આવ્યો હતો. જેને મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુની દીકરી બિયન્કાએ લેપટોપમાં ક્લિક કરીને તમામના મોબાઈલ સુધી પહોંચાડ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, તમામે દિવ્ય ભાસ્કરના આ પ્રકલ્પને વધાવ્યો હતો. હવે આ ટાઈમ કેપ્સ્યૂલ શહેરભરના 50 હજાર લોકો સુધી વિવિધ સેન્ટર્સ થકી જશે, જેમાં કાગણનું પણ વિતરણ કરાશે, જે કાગળમાં પોતાની વાત લખી તેઓ ટાઇમ કેપ્સ્યૂલમાં મૂકી શકશે. દિવ્ય ભાસ્કર દ્વારા ટાઈમ કેપ્સ્યૂલમાં જે કાગળ પર 50 હજાર વડોદરાવાસી ‘લાગણીઓની વસિયત’ લખવાના છે, તે વિશેષ કાગળ ઇન્કલુઝન પેપર તરીકે ઓળખાતો કાગળ છે, જેમાં 5 ટકા ઓરિજિનલ કોફી છે. કોફીના બીજના કુદરતી ફાઇબર્સ કાગળના રેસાને વધુ મજબૂત બનાવે છે, જેથી કાગળ લાંબો સમય ફાટ્યા વગર ટકી રહે છે. મજબૂત છતાં લીસો કાગળ 100 વર્ષ સુધી ટકશે તેનું કંપનીએ ગેરંટી સર્ટિફિકેટ આપ્યું છે. જેથી આ કાગળ ટાઇમ કેપ્સ્યૂઅલમાં ઉતારાશે તો 25 વર્ષ માટે આસાનીથી ટકી જશે.
દિવ્ય ભાસ્કરના 23મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે ટાઇમ કેપ્સ્યૂલનો અનોખો પ્રયોગ:વડોદરાના 70 પ્રબુદ્ધોએ લાગણીઓની વસિયત લખી, 25 વર્ષ માટે ટાઈમ કેપ્સ્યૂલમાં અનુગામીઓ કાજે મૂકી
📅 Published: September 12, 2026 |
📂 Category: gujarati-news
