Gujarat Rain Update Live: જંબુસરમાં એક મહિનાના વિરામ બાદ મેઘરાજાની પધરામણી

📅 Published: September 12, 2026 | 📂 Category: Ahmedabad

Gujarat Rain Update Live: ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, રાજ્યમાં એકસાથે 3 મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જે કારણે લો પ્રેશર સર્જાતાં આગામી 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી લઈને અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આ વચ્ચે આજે ઘણા જિલ્લામાં મેઘરાજાનું આગમન થતા ખેડૂતો તથા સામાન્ય જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જંબુસરમાં એક મહિનાના વિરામ બાદ મેઘરાજાની પધરામણી

ભાદરવા મહિનાની શરૂઆત થતાં જ જંબુસર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતાં ચિંતાતુર બન્યા હતા તેવા ખેડૂતોમાં મેઘરાજાના આગમનથી આનંદની લહેર ફરી વળી છે. આજે સવારથી જ જંબુસર શહેર સહિત કોરા, ટુંડજ અને કાવલી જેવા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની ઝરમર શરૂ થઈ ગઈ છે. લાંબા સમયના વિરામ બાદ શરૂ થયેલા વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે અને પાકને નવું જીવનદાન મળવાની આશાથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Live news (18)

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર

હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગમાં વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી જ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વરસાદથી ડાંગ પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

સવારે 6થી 10 વાગ્યા સુધી વરસાદની સ્થિતિ

આહવા : 07 મીમી

વઘઈ : 00 મીમી

સુબીર : 30 મીમી

સુબીરમાં સૌથી વધુ 30 મીમી વરસાદ નોંધાયો

Gujarat rain Update, dang rain news

વડોદરામાં મેઘરાજાની એન્ટ્રી, વાઘોડિયામાં વરસાદ શરૂ થયો

વડોદરા જિલ્લાના વાઘોડિયામાં મેઘ મહેર જોવા મળી રહી છે. વાઘોડિયામાં વરસાદની શરૂઆત થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે. વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા અસહ્ય બફારા ઉકળાટ થી લોકોને રાહત મળી છે. વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Gujarat Rain Update Live Cloudy skies in the state arrival of rain brings relief to the world

દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ

દાહોદ શહેર અને ગ્રામ્ય સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. મોડી રાત્રે પવનના સુસવાડા સાથે ધોધમાર વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહ્યો છે. દાહોદ લીમખેડા દેવગઢબારિયા ધાનપુર સહિત વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીને લઈને જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદથી પાકને જીવનદાન મળી શકે છે.

  • લીમખેડામાં 4 MM 
  • દાહોદમાં 4 MM 
  • દેવગઢમાં બારીયા 3 MM 
  • ધાનપુરમાં 2 MM 

ભરૂચ-અંકલેશ્વરમાં મેઘરાજાની એન્ટ્રી, વરસાદ બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ

ભરૂચમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું છે. ભરૂચ અને અંકલેશ્વર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે. વરસાદ બાદ લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે.

લગભગ 35 દિવસ બાદ મેઘરાજાનું આગમન થતા વતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગે આજથી 3 દિવસ વરસાદની આગાહી કરી છે. 

Gujarat Rain Update Live Cloudy skies in the state arrival of rain brings relief to the world

અમદાવાદ શહેરમાં સવારથી વાદળછાયુ વાતાવરણ

અમદાવાદ શહેરમાં સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. આ વચ્ચે પાલડી, જમાલપુર ઝરમર સમાન્ય વરસાદી છાટા પડી રહ્યા છે. 

અરવલ્લીમાં વાતાવરણમાં પલટો, વહેલી સવારથી જ વરસી રહ્યો છે વરસાદ 

અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ટીંટોઈ, જીવનપુર, બામણવાડ સહિતના વિસ્તારોમાં પલટો આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Gujarat Rain Update Live Cloudy skies in the state arrival of rain brings relief to the world

વાતાવરણ પલટાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. સારો વરસાદ વરસશે તો મગફળી.કપાસના પાકને નવું જીવનદાન મળશે. કેટલાય સમયથી ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. 

નર્મદા જિલ્લામાં આખરે થઈ મેઘ મહેર, રાત્રિ દરમિયાન ખેતીલાયક વરસાદથી ખેડૂતોને મોટી રાહત

નર્મદા જિલ્લામાં લાંબા સમયની આતુરતા બાદ આખરે મેઘરાજાએ મહેર કરી છે. ચોમાસાની સિઝન હોવા છતાં વરસાદ ખેંચાવાના કારણે સ્થાનિક ખેડૂતો ભારે ચિંતા અને કપરી સ્થિતિમાં મુકાયા હતા. દરમિયાન રાત્રિના સમયે જિલ્લામાં, ખાસ કરીને કેવડિયા અને ગરુડેશ્વર વિસ્તારમાં, ધીમી ધારે ખેતીલાયક વરસાદ શરૂ થતાં પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

આ વરસાદથી સુકાઈ રહેલા પાકને જીવનદાન મળવાની આશા બંધાતા ખેડૂતોને મોટી રાહત મળી છે, સાથે સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં સ્થાનિક લોકોને પણ ગરમી અને ઉકાળામાંથી મુક્તિ મળી છે.

આ પણ વાંચો: Gujarat Latest News Live: આજે રાજ્યમાં 22 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, વાંચો દિવસભર પળેપળેની અપડેટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *