EPFO માં મોટા ફાયદા, કર્મચારી અને પગારદાર લોકોએ જરૂર જાણવા જોઈએ

📅 Published: September 12, 2026 | 📂 Category: Business

ભારતમાં સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ માટે એક ખાસ પેન્શન યોજના હોય છે. જેના દ્વારા તેઓ પોતાના અને પરિવારના આકસ્મિક ખર્ચને પહોંચી વળવામાં મદદરૂપ બને છે. જોબમાંથી નિવૃત્તિ બાદ પણ પગારદારને કેટલીક રકમ મળે છે. કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) એક આવી જ ફંડ માટેની મોટી સરકારી યોજના છે. સમયાંતરે તેમાં કેટલાક ફેરફાર થતા રહે છે. EPFO થી કર્મચારી અને પગારદારને આ લાભો મળતા હોય છે જેનાથી તેઓ અજાણ છે.

EPFO ના 5 મુખ્ય લાભો જાણો

EPF: નિવૃત્તિ માટેનું મોટા ભંડોળ : કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) એ માત્ર પગારમાંથી થતી માસિક કપાત નથી, પરંતુ નિવૃત્તિ માટે એક મોટું ફંડ તૈયાર કરવાનું સાધન છે. કર્મચારી અને નોકરીદાતા (Employer) બંને દ્વારા દર મહિને થતું નિયમિત યોગદાન અને તેના પર મળતું ચક્રવૃદ્ધિ વ્યાજ લાંબા ગાળે એક મોટી રકમમાં રૂપાંતરિત થાય છે.

પીએફ પર મળતા કર (Tax) લાભો : EPF નો સૌથી મોટો ફાયદો તેની કર-કાર્યક્ષમતા (Tax-Efficiency) છે. નિયમો અનુસાર, EPF માં કરવામાં આવતું યોગ્ય યોગદાન કરમુક્તિ માટે પાત્ર બને છે. આ ઉપરાંત, અમુક શરતોને આધીન પીાએફ ખાતામાં જમા થયેલી રકમ પર મળતું વ્યાજ પણ કરમુક્ત રહે છે, જેથી રોકાણકારોને વધુ વળતર મળે છે.

ભવિષ્ય માટે પેન્શનની સુવિધા (EPS) : EPF ની સાથે કર્મચારીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે નોકરીદાતાના યોગદાનનો એક ભાગ ‘કર્મચારી પેન્શન યોજના’ (EPS) માં જમા થાય છે. આ યોજના હેઠળ, કર્મચારીની સેવાની મુદત અને લાગુ પડતા નિયમોના આધારે નિવૃત્તિ પછી નિયમિત પેન્શન મેળવવાનો પાયો નંખાય છે.

પરિવાર માટે નાણાકીય સુરક્ષા અને વીમો (EDLI) : EPFO કર્મચારીની સાથે તેના પરિવારને પણ નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. જો કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં કર્મચારીનું મૃત્યુ થાય, તો નોમિનીને જમા થયેલી PF રકમ મળે છે. આ ઉપરાંત, ‘એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ’ (EDLI) યોજના હેઠળ પાત્ર પરિવારને વીમા કવરેજ અને પેન્શનના લાભો પણ પ્રાપ્ત થાય છે.

ઇમરજન્સીમાં ઉપાડ અને UAN વડે સરળ મેનેજમેન્ટ : જરૂરિયાતના સમયે જેમ કે ઘર ખરીદવા, તબીબી સારવાર, લગ્ન કે શિક્ષણ માટે કર્મચારીઓ નિયમો અનુસાર PF માંથી આંશિક રકમ (Advance Withdrawal) ઉપાડી શકે છે. વધુમાં, યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને કારણે નોકરી બદલતી વખતે જૂના PF એકાઉન્ટને નવા નોકરીદાતા સાથે ટ્રાન્સફર કરવું અત્યંત સરળ બની જાય છે.

આ પણ વાંચો : Vijay Mallya: પૈસા પાછા મળી ગયા… છતાં પણ નહીં બચે વિજય માલ્યા, EDએ કેમ આવું કહ્યું?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *