વલસાડ મુસ્લિમ સમાજે માનવસેવાના ભાગરૂપે વલસાડ નગરપાલિકા હોસ્પિટલને જરૂરી દવાઓ અને મેડિકલ સામગ્રી આપી હતી. હોસ્પિટલ તંત્રએ સમાજને જરૂરી દવાઓ અને મેડિકલ સામગ્રીની જરૂરિયાત વિશે જાણ કરી હતી. જેના પગલે સમાજના સભ્યોએ જરૂરી સામગ્રી ભેગી કરીને હોસ્પિટલને મદદરૂપ થવા માટે આપી. વલસાડ મુસ્લિમ સમાજે આરોગ્ય, શિક્ષણ અને જરૂરિયાતમંદોની મદદ સહિતના સેવાકીય કામોમાં સતત યોગદાન આપવાનો સંકલ્પ લીધો છે. આ પ્રસંગે સોહેલ ભાખિયા, ફઝલભાઈ ચીનુ, આમિર શેખ, શેહઝાદ શેખ, ઇકબાલભાઈ કુરેશી અને સરવર શેખ સહિત સમાજના સભ્યો હાજર રહ્યા હતા.
વલસાડ મુસ્લિમ સમાજે સરકારી હોસ્પિટલને દવા-મેડિકલ સામગ્રી આપી:હોસ્પિટલ તંત્રની જરૂરિયાત પર સમાજના સભ્યોએ એકત્રિત કરી સહાય
📅 Published: September 12, 2026 |
📂 Category: gujarati-news
