BRICS Summit 2026 Delhi Live: અત્યારે દુનિયાના કેટલાક દેશો નિર્ણય લઇ રહ્યા છે, બોલ્યા PM Modi

📅 Published: September 12, 2026 | 📂 Category: India National

નવી દિલ્હીમાં બ્રિક્સ (BRICS) સમિટ 2026નું આયોજન થઈ રહ્યું છે, જેના કારણે રાજધાનીમાં વિદેશી મહાનુભાવો એકત્રિત થયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સહિત વિશ્વભરના નેતાઓ અહીં આવી પહોંચ્યા છે, અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે ભારત આવી ગયા છે. વડાપ્રધાન મોદી શી જિનપિંગ તેમજ સમિટમાં ભાગ લઈ રહેલા અન્ય તમામ રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજશે.

વૈશ્વિક સુધારા માટે દિશા નક્કી કરવી પડશે- પીએમ મોદી 

BRICS સમિટ 2026 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે BRICSને મજબૂત કરવાની સાથે સાથે, આપણે વૈશ્વિક સુધારા માટેની દિશા પણ નક્કી કરવી પડશે. વૈશ્વિક શાસનનું વર્તમાન માળખું પિરામિડ જેવું છે. સત્તા અને નિર્ણય લેવાની પ્રક્રિયા ટોચ પર કેન્દ્રિત છે, જ્યારે નીચેના સ્તરોમાં એવા દેશોનો સમાવેશ થાય છે જેઓ આ નિર્ણયોથી પ્રભાવિત તો થાય છે, પરંતુ તેને ઘડવામાં કોઈ ભૂમિકા ભજવી શકતા નથી…”

BRICSએ વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી- પીએમ મોદી 

આજે, બ્રિક્સ (BRICS) પણ ‘પરિપક્વતા’ના તબક્કે પહોંચ્યું છે. છેલ્લા બે દાયકાઓમાં, બ્રિક્સે વૈશ્વિક મંચ પર પોતાની એક આગવી ઓળખ સ્થાપિત કરી છે. અમે એકબીજાના દ્રષ્ટિકોણનો આદર કરીએ છીએ અને સર્વસંમતિ દ્વારા આગળ વધીએ છીએ. અમે કોઈનો વિરોધ કરીને નહીં, પરંતુ સૌને સાથે લઈને આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ. હવે સમય આવી ગયો છે કે આપણે બ્રિક્સમાં રહેલી આપણી એકતા અને સર્વસંમતિને વૈશ્વિક મંચ પર નક્કર પરિણામોમાં પરિવર્તિત કરીએ.

નવા અને મહત્વકાંક્ષી એજન્ડા પર કામ કરવાની જરૂર- પીએમ મોદી 

આપણે આગામી 20 વર્ષ માટે એક નવા અને મહત્વાકાંક્ષી એજન્ડા પર કામ કરવાની જરૂર છે. આપણે આ પ્રક્રિયા આપણી પોતાની આંતરિક કાર્ય પ્રણાલીઓથી શરૂ કરવી જોઈએ. જ્યારે BRICS પ્રમુખપદ વાર્ષિક ધોરણે ફરતું રહે છે, ત્યારે આનાથી આપણી સંસ્થાકીય ગતિમાં ખલેલ ન પહોંચવી જોઈએ. હું BRICS સાતત્ય અને અમલીકરણ પદ્ધતિની સ્થાપનાનો પ્રસ્તાવ મૂકું છું. આ ‘ટ્રોઇકા’ વ્યવસ્થા દ્વારા તમામ પહેલ અને પરિણામોનું ફોલો-અપ સક્ષમ બનાવશે. આપણે દરેક નિર્ણય સાથે સંકળાયેલા નોડલ પોઈન્ટ, સમયમર્યાદા અને અમલીકરણ સ્થિતિને રેકોર્ડ કરવા માટે એક સુરક્ષિત ડિજિટલ ભંડાર પણ બનાવી શકીએ છીએ.”

અમે કોઇની વિરોધમાં નથી- પીએમ મોદી 

આજથી બ્રિક્સ સમિટની ઔપચારિક શરૂઆત થઇ. પીએમ મોદી સહિત દિગ્ગજો ભારત મંડપમ પહોંચ્યા. પીએમ મોદીએ તમામનું સ્વાગત કર્યુ. આ પ્રસંગે પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે આગામી 20 વર્ષ મહત્વકાંક્ષી એજન્ડા પર કામ કરીશું.  અમે કોઇની વિરુદ્ધ નથી સૌની સાથે જ છીએ.  

જિનપિંગ પહોંચ્યા ભારત મંડપમ 

દિલ્હી: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ BRICS સમિટ 2026ના સ્થળ – ભારત મંડપમ ખાતે પહોંચ્યા. પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યુ

ઇથોપિયાના પીએમ પહોંચ્યા ભારત મંડપમ 

ઇથોપિયાના વડાપ્રધાન અબી અહેમદ અલી BRICS સમિટ 2026ના સ્થળ ‘ભારત મંડપમ’ ખાતે આવી પહોંચ્યા.

અબુધાબીના પ્રિન્સ ભારત મંડપમ પહોંચ્યા 

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન BRICS સમિટ 2026ના સ્થળ ‘ભારત મંડપમ’ ખાતે આવી પહોંચ્યા.

બ્રાઝિલના વિદેશ મંત્રી ભારત મંડપમ પહોંચ્યા

બ્રાઝિલના વિદેશ મંત્રી માઉરો વિએરા BRICS સમિટ 2026ના સ્થળ – ભારત મંડપમ ખાતે પહોંચ્યા.

ભારત મંડપમ પહોંચ્યા પીએમ મોદી 

પીએમ મોદી ભારત મંડપમ પહોંચ્યા છે. 2.30 કલાકે બ્રિક્સ સમિટની શરૂઆત થવાની છે.  પહેલુ સેશન યોજાશે. વિદેશ મંત્રી એસ જયશંકર સહિત ટીમ સાથે પીએમ મોદી ભારત મંડપમ પહોંચી ગયા છે. 

ચીની વિદેશ મંત્રાલયનું નિવેદન

બ્રિક્સ સમિટમાં પહોંચ્યા બાદ ચીની વિદેશ મંત્રાલ્યનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, બન્ને દેશ વચ્ચે વાતચીત અને સંવાદ વધે, ચીને કહ્યું કે ભારત સાથે સંબંધ સુધારવા માગે છે. 
અન્વર ઈબ્રાહિમે વડાપ્રધાન મોદીના વખાણ કર્યા

મલેશિયાના વડાપ્રધાન અન્વર ઈબ્રાહિમે તેમની દ્વિપક્ષીય વાતચીતની શરૂઆતમાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાના વખાણ કર્યા. તેમણે કહ્યું, “વડાપ્રધાન મોદી ખૂબ જ લોકપ્રિય છે. જુઓ મને કેટલા મેસેજ મળી રહ્યા છે.

પેઝેશ્કિયનની દીકરી બ્રિક્સ બજારમાં કળા અને સંસ્કૃતિનો અનુભવ કર્યો

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનની પુત્રી ઝહરા પેઝેશ્કિયન અને તેમના પતિ હસન મજીદીએ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી સાથે નવી દિલ્હીમાં આયોજિત ‘બ્રિક્સ બજાર’ની મુલાકાત લીધી હતી. તેમણે ભારતીય પેવેલિયન સહિત બ્રિક્સના સભ્ય અને ભાગીદાર દેશોના પેવેલિયનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમને વિવિધ સહભાગી દેશોની કળા, હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાની ઝલક જોવા મળી હતી.

રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાત

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી.

કીર્તિ વર્ધન સિંહે કર્યું સ્વાગત

શી જિનપિંગનો કાફલો ભારત મંડપમ માટે રવાના થયો. કેન્દ્રીય મંત્રી કીર્તિ વર્ધન સિંહે તેમનું સ્વાગત કર્યું.

પાલમ એરપોર્ટ પર જિનપિંગનું કરાયું સ્વાગત 

પાલમ એરપોર્ટ પર શી જિનપિંગનું સ્વાગત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે તેમનું સ્વાગત કર્યુ છે. સાંજે 5.45 કલાકે તેઓ પીએમ મોદી સાથે દ્વીપક્ષીયય વાતો કરશે. 

દિલ્હીમાં લેન્ડ થયુ શી જિનપિંગનું વિમાન

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવી પહોંચ્યા છે. દિલ્હીમાં તેમનું પ્લેન લેન્ડ થયુ છે.  7 વર્ષ બાદ તેઓ ભારત આવ્યા છે. ભારત મંડપમમાં દુનિયાના દિગ્ગજો આવી રહ્યા છે. ત્યારે શી જિનપિંગ પણ હવે ટૂંક સમયમાં જોડાશે. 

અબુધાબીના ક્રાઉન પ્રિન્સને મળ્યા પીએમ મોદી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BRICS સમિટ 2026 દરમિયાન અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી.

મલેશિયાના પીએમને મળ્યા પીએમ મોદી 

દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BRICS સમિટ 2026 દરમિયાન હૈદરાબાદ હાઉસ ખાતે મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી.

ઇથોપિયાના પીએમ સાથે પીએમ મોદીની બેઠક 

હૈદરાબાદ હાઉસ ખાતે ભારત અને ઇથોપિયા વચ્ચે દ્વિપક્ષીય બેઠક ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન અબી અહેમદ વચ્ચે ચર્ચા થઈ રહી છે. 

રામાફોસાની અદાણી સાથે મુલાકાત

BRICS સમિટમાં ભાગ લેવા ભારત આવેલા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ શનિવારે દિલ્હીમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી હતી. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ મુલાકાતનો વીડિયો જાહેર કર્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે આ મુલાકાત 18મી BRICS સમિટ દરમિયાન યોજાયેલા ‘સાઉથ આફ્રિકા બિઝનેસ ડાયલોગ’નો એક ભાગ હતી. તેનો ઉદ્દેશ્ય દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેના વેપાર અને રોકાણના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.

દિલ્હી પોલીસે જાહેર કરી ટ્રાફિક એડવાઇઝરી 

દિલ્હીમાં યોજાઈ રહેલી 18મી BRICS સમિટને લઈને દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને શનિવારે સવારે 9:30 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી લ્યુટિયન્સ દિલ્હી, ભારત મંડપમ અને આસપાસના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયંત્રિત અને ડાયવર્ટ કરવામાં આવશે. દિલ્હી પોલીસના ટ્રાફિક એડવાઇઝરી મેપમાં સેન્ટ્રલ દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં નિયંત્રિત રસ્તાઓ, પ્રતિબંધિત વિસ્તારો, વૈકલ્પિક માર્ગો અને ડાયવર્જન પોઈન્ટ્સ દર્શાવવામાં આવ્યા છે.

વિદેશ મંત્રાલયે તૈયાર કરી મીડિયા કીટમાં શું શું ? 

BRICS INDIA 2026 બિહારના દેશી ‘સત્તુ’થી લઈને કોરાપુટની પહાડીઓમાં ઉગાડવામાં આવતી કોફી અને ગુજરાતની ઝીણવટભરી હસ્તકલા સુધીની ભારતની સમૃદ્ધ ખાદ્ય-પરંપરાઓ, સ્થાનિક ઉત્પાદનો અને કારીગરી કૌશલ્યોને દિલ્હીમાં યોજાનારી 18મી બ્રિક્સ (BRICS) સમિટમાં ઉચ્ચ સ્તરીય રાજદ્વારી પ્રવૃત્તિઓની સાથે સ્થાન મળી રહ્યું છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા તૈયાર કરવામાં આવેલી મીડિયા કિટ છે. જે 12-13 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ સમિટ પૂર્વે ભારત અને વિશ્વભરના પત્રકારોને ભારતની જીવંત સાંસ્કૃતિક વિવિધતાનો પરિચય કરાવે છે.

પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે 5.45 કલાકે મુલાકાત

ભારતની યજમાનીમાં યોજાનારી બ્રિક્સ (BRICS) સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે બપોરે 12.25 કલાકે દિલ્હી પહોંચશે. આ મુલાકાત દરમિયાન, શી જિનપિંગ વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. આ અગાઉ, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને આફ્રિકન દેશ નાઈજીરિયાના અન્ય કેટલાક મહેમાનો પણ ભારત આવી પહોંચ્યા હતા.

ભારતના સંબંધો પર ચીનનું નિવેદન 

ભારતના સંબંધો પર ચીનનું નિવેદન સામે આવ્યું છે. ચીને વાતચીત વધારવા પર જોર આપ્યુ છ. મતભેદ ઉકેલવા પર કામ કરવું પડશે. સંચાર સહયોગ વધારવાનો પ્રયાસ થશે. 

jinping-tweet-on-india


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *