Car Smell Musty After Rain: વરસાદ પછી કારમાંથી દુર્ગંધ? આ 4 વસ્તુ ચેક કરો

📅 Published: September 12, 2026 | 📂 Category: Business

વરસાદની ઋતુમાં કારનો ઉપયોગ કર્યા બાદ ઘણા લોકોને કેબિનમાંથી અજીબ કે ભીનાશ જેવી દુર્ગંધ આવવા લાગે છે. ઘણી વખત તેનું કારણ પરફ્યુમ કે એર ફ્રેશનર નહીં, પરંતુ કારની અંદર જમા થયેલી ભેજ અને ગંદકી હોય છે.

વરસાદ દરમિયાન જૂતા, છત્રી અને કપડાં સાથે પાણી કારના ફ્લોર સુધી પહોંચી શકે છે. જો કારનું કેબિન સારી રીતે સૂકાઈ ન શકે, તો ભેજ લાંબા સમય સુધી રહી શકે છે. આ સ્થિતિમાં AC ચાલુ કરતા પહેલાં કારના કેટલાક ભાગો જરૂર ચેક કરવા જોઈએ, કારણ કે તેની સફાઈ કરવાથી દુર્ગંધની સમસ્યા ઘટાડવામાં મદદ મળી શકે છે. 

કારના ફ્લોર મેટની સફાઈ કરો

વરસાદના દિવસોમાં ફ્લોર મેટ સૌથી વધુ ભીના થતા હોય છે. તેમાં પાણી સાથે માટી અને અન્ય ગંદકી પણ જમા થઈ શકે છે. સફાઇ કરવા માટે મેટને કારની બહાર કાઢીને સારી રીતે સાફ કરો. ત્યાર બાદ તેને સંપૂર્ણપણે સૂકવીને જ પાછા લગાવો.

કેબિન એર ફિલ્ટર ચેક કરો

AC સિસ્ટમમાં લાગેલું કેબિન એર ફિલ્ટર બહારની હવામાંથી આવતી ધૂળ અને અન્ય કણોને રોકવામાં મદદ કરે છે. જો ફિલ્ટર ખૂબ ગંદું હોય અથવા લાંબા સમયથી ઉપયોગમાં હોય, તો તેમાં જમા થયેલી ગંદકી હવાની ગુણવત્તા પર અસર કરી શકે છે. કારના મોડલ પ્રમાણે ફિલ્ટરનું સ્થાન અને તેને બદલવાની રીત અલગ હોઈ શકે છે. તેથી જરૂર પડે તો કારને મિકેનિક પાસે ચેક કરાવી શકો છો.

ACના એર વેન્ટ સાફ કરો

ડેશબોર્ડ પર આવેલા એર વેન્ટમાં ધૂળ જમા થઈ શકે છે. તેને નરમ બ્રશ અથવા સ્વચ્છ કપડાથી સાવધાનીપૂર્વક સાફ કરી શકાય છે. સફાઈ કરતી વખતે વેન્ટની અંદર પાણી અથવા વધુ ભેજ જવા ન દેવાની કાળજી રાખો.

સીટ અને કાર્પેટનો ભેજ ચેક કરો

જો વરસાદનું પાણી જૂતા અથવા કપડાં દ્વારા કારની અંદર પહોંચ્યું હોય, તો સીટ અને કાર્પેટમાં ભેજ રહી શકે છે. કારને થોડા સમય માટે સારી રીતે હવાની અવરજવર થતી હોય તેવી જગ્યાએ પાર્ક કરીને અંદરનો ભેજ ઘટાડવાનો પ્રયાસ કરી શકો છો. જો કાર્પેટની નીચે સુધી પાણી પહોંચી ગયું હોય, તો માત્ર ઉપરથી સૂકવવું પૂરતું ન હોઈ શકે.

આવી સ્થિતિમાં પ્રોફેશનલ ક્લીનિંગ કરાવવું વધુ એ જ સારો વિકલ્પ બની શકે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *