Chinaના રાષ્ટ્રપતિ અને દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાના નેતા શી જિનપિંગ બ્રિક્સ સંમેલનમાં સામેલ થવા માટે ભારત પહોંચ્યા છે. શી જિનપિંગ લગભગ 7 વર્ષ બાદ ભારત આવ્યા છે. આ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થશે. શું તમે જાણો છો કે રાષ્ટ્રપતિ શી જિનપિંગને દર વર્ષે કેટલી સેલરી મળે છે?, તેમની પાસે કેટલી સંપતિ છે? ચાલો જાણીએ રાષ્ટ્રપતિ શી જિનપિંગ પાસે કેટલી સંપતિ છે અને તેમને એક વર્ષમાં કેટલી સેલરી મળે છે?
કેટલા અમીર છે શી જિનપિંગ?
શી જિનપિંગ દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાના સૌથી મોટા નેતા છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ જ છે કે આખરે તેઓ કેટલા અમીર છે. તેનું કારણ પણ છે. દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની સંપતિ અને કારોબારને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ શી જિનપિંગ સાથે આવું નથી. શી જિનપિંગ હંમેશા પોતાના ગવર્નન્સ અને ડિપ્લોમેટિક નિર્ણયોને કારણે ઘણા ચર્ચામાં રહે છે. આવી સ્થિતિમાં દુનિયાના અનેક લોકોના મનમાં આ સવાલ મોટો થઈ ગયો છે કે આખરે તેમની પાસે કેટલી સંપતિ છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર આંકડો નથી, પરંતુ ઇન્ટરનેશનલ રિપોર્ટ અને ઇન્ટેલિજન્સના અનુમાનો અનુસાર, તેમના પરિવાર પાસે 700 મિલિયન ડોલરથી 1.5 બિલિયન ડોલરની વચ્ચે સંપતિ છે. આંતરરાષ્ટ્રીય મીડિયાના અનુમાનો મુજબ, તેમના પરિવારમાં તેમની પત્ની પેંગ લિયુઆન અને પુત્રી શી મિંગ્ઝે પાસે 1 અબજ ડોલરથી વધુની સંપત્તિ, રિયલ એસ્ટેટ અને બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ છે.
એક વર્ષમાં આટલી મળે છે સેલરી
જો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સેલરીની વાત કરીએ તો દુનિયાના અન્ય રાષ્ટ્રાધ્યક્ષોની સરખામણીમાં ઘણી ઓછી છે. તેમની સેલરી વર્ષ 2022માં વધારવામાં આવી હતી. ચીનના હ્યુમન રિસોર્સ અને સોશિયલ સિક્યોરિટી મંત્રાલય અનુસાર, શીની બેઝિક સેલરી 7,020 યુઆનથી વધારીને 11,385 યુઆન (લગભગ 1,830 ડોલર) પ્રતિ મહિનો કરવામાં આવી હતી. જો તેને વાર્ષિક ધોરણે જોઈએ તો તે 22,000 ડોલર થાય છે. ત્યારથી અત્યાર સુધી તેમની સેલરીમાં કોઈ ફેરફાર થયો નથી. જો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સરખામણી કરીએ તો તેમને દર વર્ષે 400,000 ડોલર મળે છે અને હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવને વાર્ષિક લગભગ 5,45,000 ડોલર મળે છે. ખાસ વાત એ છે કે શી જિનપિંગના રહેવા, મુસાફરી અને રોજિંદા ખર્ચનો સંપૂર્ણ ખર્ચ ચીનની સરકાર ઉઠાવે છે.
આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભવ્ય ડિનરમાં આપશે હાજરી
