વેરાવળની શ્રીમતી સી.પી. ચોક્સી આર્ટ્સ અને શ્રી પી.એલ. ચોક્સી કોમર્સ કોલેજમાં 12 સપ્ટેમ્બર, 2026ના રોજ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પ પ્લેસમેન્ટ સેલ અને ગુજરાતના શિક્ષણ વિભાગે સાથે મળીને યોજ્યો હતો. કેમ્પનો મુખ્ય હેતુ કોલેજના વિદ્યાર્થીઓને સીધી રોજગારીની તકો આપવાનો અને તેમને સારી કંપનીઓ સાથે કારકિર્દી માટે જોડવાનો હતો. આ પ્લેસમેન્ટ કેમ્પમાં અલગ અલગ ક્ષેત્રની 10 જેટલી જાણીતી કંપનીઓ અને નોકરી આપનારાઓ જોડાયા હતા. 80 જેટલા નોકરી શોધી રહેલા વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો અને કંપનીઓના પ્રતિનિધિઓને ઇન્ટરવ્યુ આપ્યા. કેમ્પમાં વેરાવળ મર્કેન્ટાઈલ બેંક, એસબીઆઇ લાઇફ ઇન્યુરન્સ, લેમન ટ્રી હોટેલ્સ, એમઆરએફ ટાયર્સ, પરફેક્ટ ઑટો, ત્રિમૂર્તિ ઑટો, નોબલ કમ્પ્યુટર્સ, જે.કે. શાહ સી.એ. ક્લાસીસ અને શિવાજી ઇન્વેસ્ટમેન્ટ જેવી જાણીતી કંપનીઓ હાજર રહી હતી. અલગ અલગ ક્ષેત્રની કંપનીઓની હાજરીથી વિદ્યાર્થીઓને તેમની લાયકાત, રસ અને આવડત પ્રમાણે રોજગારીની તકો વિશે જાણકારી મળી હતી. પ્લેસમેન્ટ કેમ્પ દરમિયાન કંપનીના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓના અભ્યાસ, આવડત અને કારકિર્દી માટેની યોગ્યતા ચકાસવા ઇન્ટરવ્યુ લીધા હતા. આવા કેમ્પ વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરો કર્યા પછી સીધા રોજગાર ક્ષેત્ર સાથે જોડાવા માટે એક મહત્વનો મોકો આપે છે. આ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન સંયોજક પ્રા. ડૉ. નીતિન સુબાએ આચાર્ય ડૉ. જીગર રાવલના માર્ગદર્શન હેઠળ કર્યું હતું. કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે રોજગારીની તકો મળે તે માટે યોજાયેલા આ કેમ્પને વિદ્યાર્થીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો.
વેરાવળની સી.પી. ચોક્સી કોલેજમાં પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો:10 જાણીતી કંપનીઓ જોડાઈ, 80 વિદ્યાર્થીઓએ નોકરી માટે ઇન્ટરવ્યુ આપ્યા
📅 Published: September 12, 2026 |
📂 Category: gujarati-news
