Bhavnagar : લઠ્ઠાકાંડ બાદ પોલીસમાં મોટો ફેરફાર, 8 પી.આઈ.ની બદલીથી તંત્રમાં ખળભળાટ

📅 Published: September 12, 2026 | 📂 Category: Crime

ભાવનગર જિલ્લામાં લઠ્ઠાકાંડના બનાવ બાદ પોલીસ વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા એસ.પી. નીતેશ પાંડેય દ્વારા 8 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. બદલીઓમાં મહુવા, પાલીતાણા, ગારીયાધાર, સોનગઢ, સિહોર અને બોરતળાવ સહિતના પોલીસ મથકોનો સમાવેશ થાય છે.

કયા પોલીસ ઇન્સ્પેક્ટરની ક્યાં બદલી?

મહુવા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.કે. સોલંકીની વરતેજ ખાતે બદલી કરવામાં આવી છે.

પાલીતાણા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એમ. કરમટાની મહુવા ખાતે બદલી કરવામાં આવી છે.

ગારીયાધાર ખાતે ફરજ બજાવતા આર.ડી. રબારીની પાલીતાણા ખાતે બદલી કરવામાં આવી છે.

સોનગઢ પોલીસ સ્ટેશનના જે.આર. દેસાઈની સિહોર પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.

સિહોર પોલીસ સ્ટેશનના કે.એ. ગઢવીની બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.

પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના એસ.બી. મુસારની ગારીયાધાર પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.

લીવ રિઝર્વમાંથી જે.આર. ગોરની સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક કરવામાં આવી છે.

બોરતળાવ પોલીસ સ્ટેશનના એચ.બી. ચૌહાણની LCB ખાતે બદલી કરવામાં આવી છે.

લઠ્ઠાકાંડ બાદ બદલીઓથી ચર્ચા તેજ

લઠ્ઠાકાંડ બાદ કરવામાં આવેલી આ બદલીઓને પગલે ભાવનગર જિલ્લા પોલીસ તંત્રમાં ચર્ચા તેજ બની છે. જોકે, બદલીઓ વહીવટી પ્રક્રિયાનો ભાગ છે કે લઠ્ઠાકાંડ બાદની જવાબદારી નક્કી કરવાની કાર્યવાહી સાથે તેનો કોઈ સંબંધ છે કે નહીં, તે અંગે સત્તાવાર રીતે વધુ સ્પષ્ટતા સામે આવી નથી. 

આ પણ વાંચો :    Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *