Surat : સુરતમાં અચાનક મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ

📅 Published: September 12, 2026 | 📂 Category: Surat

સુરતમાં અચાનક વરસાદ શરૂ થતાં શહેરના અનેક વિસ્તારોમાં સામાન્યથી લઈને ધોધમાર વરસાદ નોંધાયો છે. વરસાદ સાથે પવન ફૂંકાતા શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાવાની શક્યતા પણ વધી છે.

ઉધના દરવાજાથી દિલ્હી ગેટ સુધી વરસાદનો જોર

સુરતના ઉધના દરવાજા, સુરત રેલવે સ્ટેશન વિસ્તાર અને દિલ્હી ગેટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અચાનક વરસાદ શરૂ થતાં રસ્તાઓ પર વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મજૂરાગેટ, અડાજણ અને રાંદેર પણ વરસાદથી તરબતર

મજૂરાગેટ, અડાજણ, રાંદેર, અઠવાલાઇન્સ, વરાછા અને કતારગામ સહિતના વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ પડ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાતા જનજીવન પર તેની અસર જોવા મળી હતી.

સુરત સહિત જિલ્લામાં યલો એલર્ટ

હવામાન વિભાગે સુરત સહિત સમગ્ર જિલ્લામાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી સમયમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર અને નાગરિકોને સાવચેતી રાખવાની જરૂર છે.   

આ પણ વાંચો  :   Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *