કુલ રૂ. 1.93 કરોડથી વધુ રકમના વિવાદોનો સમાધાનથી અંત આવ્યો‎:પોરબંદરની લોક અદાલતમાં કુલ 5932 કેસનો નિકાલ થયો

📅 Published: September 13, 2026 | 📂 Category: gujarati-news

પોરબંદર જિલ્લાની કોર્ટમાં લોક અદાલત યોજાઈ જેમાં કુલ 5932 કેસનો નિકાલ થયો હતો અને કુલ રૂ.1,93,33,373 રકમના વિવાદોનો સમાધાનથી અંત આવ્યો છે. ગઈકાલે તારીખ 12 સપ્ટેમ્બર શનીવારના રોજ રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના નિર્દેશો મુજબ સમગ્ર ગુજરાતમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે જિલ્લા ન્યાયાલય, પોરબંદર ખાતે જિલ્લા કાનૂની સેવા સતા મંડળ પોરબંદર દ્વારા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ અમદાવાદની અનુશ્રામાં લોક અદાલત યોજાઈ હતી, જેમાં પહેલાના કેસો જેવાકે પ્રી- લીટીગેશનના કુલ 4983 કેસ, સ્ટેટ પ્લાન ઓફ એક્સન મુજબના કુલ 91 કેસ તથા સ્પેશ્યલ સીટિંગના કુલ 858 કેસ મળીને કુલ 5932 કેસનો નિકાલ થયો હતો તેમજ કુલ રૂ.1,93,33,373 રકમનાં વિવાદોનો સમાધાનથી અંત આવેલ હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *