શહેરના બોપલ-શીલજ વિસ્તારમાં રફ્તારના કહેરનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. બોપલમાં રહેતા 30 વર્ષીય હાર્દિક દરજી કોરિયોગ્રાફર છે અને સાયન્સ સિટી નજીક ગરબા ક્લાસ ચલાવે છે. હાર્દિક તેની પત્ની નિશિ સાથે રાત્રે ગરબા ક્લાસ પૂર્ણ કરીને અલગ અલગ વ્હીકલમાં ઘરે પરત ફરી રહ્યાં હતા. જે સમયે પતિ હાર્દિક બાઈક પર આગળ હતો અને પત્ની એક્સેસ ટુ-વ્હીલર પર પાછળ આવી રહ્યા હતા. દરમિયાન ડીપીએસ કેનાલ રોડ પર વળાંક લેતી વખતે ગોળીની સ્પીડે આવી રહેલા બાઈક ચાલકે નિશિબેનના વાહનને એવી જોરદાર ટક્કર મારતા વાહન સાથે 10 ફૂટ સુધી રોડ પર ઢસડાયા હતા. પતિ આગળ નીકળી ગયા હોવાથી તેમનો બચાવ થયો હતો, લોહીલુહાણ હાલતમાં નિશિબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હાર્દિકના લગ્ન માત્ર બે મહિના પહેલા જ નિશિ જોડે થયા હતા અને નિશિ પણ અમદાવાદના વસ્ત્ર્રાપુરમાં રહેતી હતી. અકસ્માત સર્જાયા બાદ બાઈકચાલકઅને તેની પાછળ બેઠેલી વ્યક્તિ બાઈક ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે તપાસ કરતા બાઈક લઈને આવેલા બે સવારો ઘરઘાટી હોવાનું માલૂમ પડયું હતું. જેમાં બાઈકચાલક ખુદ ઇજાગ્રસ્ત થયો હતો. જ્યારે પાછળ બેસેલા યુવકને લોકોએ પકડી લીધો હતો.
Ahemdabad : શીલજમાં પતિની નજર સામે જ ફુલ સ્પીડે આવેલી બાઈકે પત્નીને 10 ફૂટ દૂર ઢસડી
📅 Published: September 12, 2026 |
📂 Category: Ahmedabad
