Darjeeling Toy Train Viral Video: Indian Railway એ શરૂ કરી નવી ટ્રેન, જંગલો-પહાડના શોખીનોને મજા પડી જશે!

📅 Published: September 13, 2026 | 📂 Category: India National

ભારતીય રેલવેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં 2 કોચવાળી ટોય ટ્રેન ઊંચા પહાડો પર ગાઢ જંગલો વચ્ચેથી પસાર થતી જોવા મળે છે.

આ વીડિયોમાં દાર્જિલિંગ હિમાલયન રેલવેની ટોય ટ્રેન છે, જે ઊંચા પહાડો અને ગાઢ જંગલો વચ્ચેથી પસાર થઈ રહી છે. ભારતીય રેલવે નાગરિકોને કેપ્શનમાં પૂછી રહ્યુ છે કે, ‘શું તમે આવી સફર માટે તૈયાર છો?’

15 સેકન્ડના વીડિયોમાં જોવા મળ્યો આ નજારો

રેલવે મંત્રાલયના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવેલો આ વીડિયો માત્ર 15 સેકન્ડનો છે પરંતુ તેમાં ખૂબ જ મનમોહક કુદરતનો નજારો જોવા મળી રહ્યો છે. વીડિયોના દ્રશ્યો પહાડો પર ફરવાના શોખીનોને આકર્ષે એવા છે.  2 કોચવાળી ટોય ટ્રેન દાર્જિલિંગના ઊંચા પહાડો વચ્ચે રસ્તાની બાજુમાં બનાવવામાં આવેલા રેલવે ટ્રેક પર દોડતી જોવા મળે છે. આ રેલવે ટ્રેક દાર્જિલિંગના પહાડોમાં ગાઢ જંગલો વચ્ચેથી પસાર થાય છે અને સફરનો એક અલગ જ અનુભવ કરાવે છે.

‘કેટલીક સફર પોસ્ટકાર્ડ જેવી હોય છે…’

વીડિયોમાં જોવા મળતો નજારો જોઈને કહી શકાય કે દાર્જિલિંગ હિમાલયન રેલવેની ટોય ટ્રેનની આ સફર જાણે પોસ્ટકાર્ડ પર છપાયેલા કોઇ સુંદર નજારા જેવી લાગે છે. રેલવે મંત્રાલયે પણ લખ્યું, ‘કેટલીક સફર બિલકુલ પોસ્ટકાર્ડ જેવી હોય છે, શું તમે દાર્જિલિંગનો અનુભવ કરવા માટે તૈયાર છો?’

દાર્જિલિંગમાં જાદુઈ સફરની ફરી શરૂઆત

થોડા દિવસો પહેલા દાર્જિલિંગ હિમાલયન રેલવે દ્વારા માહિતી આપવામાં આવી હતી કે આગામી દુર્ગા પૂજાના ખાસ પ્રસંગે પહાડો પર જૂના સમયની યાદ અપાવતી જાદુઈ સફર ફરી શરૂ કરવામાં આવશે. પોસ્ટમાં જણાવાયું હતું કે સ્ટીમ અને ડીઝલ ટ્રેનના એન્જિન ફરી શરૂ કરવામાં આવ્યા છે, જેથી પ્રવાસીઓને અનોખો અનુભવ મળી શકે.

રેડ પાંડા કરાવશે પહાડોની સફર

દાર્જિલિંગનું જાણીતું સ્ટીમ એન્જિન ‘રેડ પાંડા’ જોયરાઇડ સાથે ફરી પાટા પર દોડશે અને પ્રવાસીઓને પહાડોની સફર કરાવશે. કુર્સિયાંગ-મહાનદીની આ રાઉન્ડ ટ્રીપમાં પ્રવાસીઓ ઐતિહાસિક હિમાલયન રેલવે રૂટના સૌથી સુંદર નજારાઓમાંથી પસાર થઈને સ્ટીમ એન્જિનની સફરનો આનંદ લઈ શકશે. આ સફર દરમિયાન પ્રવાસીઓને વળાંકવાળા પહાડી રસ્તા, ધુમ્મસથી ઢંકાયેલા પહાડો અને આ અનોખી ઐતિહાસિક રેલવેની ખાસ અનુભૂતિ મળશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *