તાજેતરમાં કોવિડ બાદના સમયગાળામાં અને આધુનિક ડિજિટલ યુગમાં પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ભણતા બાળકોમાં ચશ્માના નંબર (માયોપિયા / નજીકની દ્રષ્ટિની ક્ષતિ) આવવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આઈ સ્પેશિયાલિસ્ટોના મતે, અગાઉ જે નંબર 10થી 12 વર્ષની વયે જોવા મળતા હતા, તે હવે 3 થી 5 વર્ષના નાનકડા બાળકોમાં પણ જોવા મળી રહ્યા છે. રાજ્યના તબીબોના ડેટા અનુસાર, અમદાવાદ અને અન્ય શહેરી વિસ્તારોમાં શાળાના બાળકોમાં માયોપિયાના કેસમાં 20% થી વધુનો ઉછાળો નોંધાયો છે.
ભવિષ્યમાં અંધાપો આવવાનું જોખમ
સામાન્ય રીતે મનુષ્યની આંખ એક મિનિટમાં 15 થી 20 વખત પલકારા મારે છે, જેથી આંખમાં કુદરતી ભેજ જળવાઈ રહે છે. સ્ક્રીન જોતી વખતે કે ગેમિંગ કે શોટ્સ જોતી વખતે બાળકો મિનિટમાં માત્ર 3 થી 5 વખત જ આંખ પટપટાવે છે જેના કારણે નાની વયે જ બાળકોની આંખોનું પાણી સુકાઈ રહ્યું છે જે અગાઉ માત્ર 50 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં જોવા મળતું હતું. ચિંતાનું કારણ એ છે કે ભવિષ્યમાં અંધાપો આવવાનું જોખમ. નાની ઉંમરે જો બાળકને -6 ડાયોપ્ટરથી વધુ નંબર આવી જાય, તો તેને ‘હાઈ માયોપિયા’ કહેવાય છે. મોટી ઉંમરે આવા બાળકોમાં રેટિના અલગ પડી જવું, ગ્લુકોમા (કાચબિંદુ)મોતિયાનું જોખમ સામાન્ય લોકો કરતા 4 થી 5 ગણું વધી જાય છે.

બાળક સતત સ્ક્રીન કે ચોપડી ખૂબ નજીક રાખે છે
આંતરરાષ્ટ્રીય અભ્યાસો મુજબ, જો ડિજિટલ એક્સપોઝર આ જ ઝડપે ચાલુ રહ્યું, તો વર્ષ 2050 સુધીમાં ભારતના શહેરી વિસ્તારના દર બેમાંથી એક બાળકને ચશ્માના નંબર આવી જશે.કેટલાક બાળકોમાં આંખનો ડોળો મોટો થઈ રહ્યો છે, જ્યારે બાળક સતત સ્ક્રીન કે ચોપડી ખૂબ નજીક રાખે છે, ત્યારે આંખની સીલિયરી મસલ્સ પર સતત દબાણ રહે છે, જેના કારણે બાળકની આંખનો ડોળો કુદરતી કદ કરતાં અસામાન્ય રીતે લાંબો થવા લાગે છે. ચોંકાવનારી વાત એ છે કે એકવાર આંખનો ડોળો લાંબો થઈ જાય પછી તે ક્યારેય નાનો થઈ શકતો નથી. સૂર્યપ્રકાશ નથી મળતો એટલે નંબર વધે છે. ઘણા વાલીઓ માને છે કે માત્ર મોબાઈલથી જ નંબર વધે છે, પરંતુ વિજ્ઞાન કહે છે કે સૂર્યપ્રકાશનો અભાવ સૌથી મોટું કારણ છે.

દર 5 માંથી 1 બાળકના આંખના નંબરમાં વિસંગતતા
સૂર્યપ્રકાશ આંખના રેટિનામાંથી ‘ડોપામાઇન’ રીલીઝ કરે છે, જે આંખના ડોળાને વધુ લાંબો થતો રોકે છે. ઘરમાં બંધ રહેતા બાળકોમાં આ ડોપામાઇન બનતું જ નથી. આંખોની સુરક્ષા માટે તીરકામઠું, પેન્સિલ, કાતર કે અણીદાર પ્લાસ્ટિકના રમકડાંથી આંખમાં ઈજા ન થાય તેનું ધ્યાન રાખવું. હોળી કે દિવાળીના ફટાકડા વખતે બાળકોની આંખોની વિશેષ કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. અમદાવાદ અને અન્ય શહેરી વિસ્તારોની શાળાઓના બાળકોમાં માયોપિયાના કેસોમાં 20% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.AIIMS અને સ્થાનિક રિપોર્ટ અનુસાર દર 5 માંથી 1 બાળકના આંખના નંબરમાં વિસંગતતા જોવા મળી રહી છે.સામાન્ય રીતે મનુષ્યની આંખ એક મિનિટમાં 15 થી 20 વખત પલકારા મારે છે. પરંતુ ડિજિટલ સ્ક્રીન જોતી વખતે આ પ્રમાણ 60% જેટલું ઘટી જાય છે.સ્ક્રીન જોતી વખતે પલકારા ગેમિંગ કે શોટ્સ જોતી વખતે બાળકો મિનિટમાં માત્ર 3 થી 5 વખત જ આંખ પટપટાવે છે, જેથી આંખોની કુદરતી ભેજ સુકાઈ જાય છે.
