ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ટ્રેન્ડ બદલાયો, IT-કમ્પ્યુટરની ડિમાન્ડ ઘટી:કેમિકલ-મિકેનિકલ-ઇલેક્ટ્રિકલમાં વિદ્યાર્થીઓનો રસ વધ્યો, કેમિકલમાં 97%થી વધુ બેઠકો ભરાઈ

📅 Published: September 13, 2026 | 📂 Category: gujarati-news

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ દ્વારા 149 કોલેજોમાં ડિપ્લોમા માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ વર્ષે 69,751 જેટલી બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 39,470 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જ્યારે હજુ પણ 30,281 બેઠક ખાલી રહી પડી છે. જેના માટે પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો કે મહત્વનું છે કે ગયા વર્ષ કરતા આ વર્ષે 2% જેટલી વધુ બેઠકો ગવર્મેન્ટ કોલેજમાં ભરાય છે. ગયા વર્ષે 85% ભરાઈ હતી જ્યારે આ વર્ષે 87% બેઠકો અત્યાર સુધીમાં ભરાઈ ગઈ છે. ડિપ્લોમા એડમિશન કમિટીના મેમ્બર સેક્રેટરી ભાસ્કર ઐયર જણાવે છે કે, છેલ્લા બે વર્ષમાં IT, કોમ્પ્યુટર અને કેમિકલ એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓનો ઝુકાવ વધારે હતો. ગયા વર્ષે કેમિકલ એન્જિનિયરિંગમાં લગભગ 99 % જેટલી બેઠકો ભરાઈ ગઈ હતી. તેમજ સોફ્ટ બ્રાંચ તરફ પણ વિદ્યાર્થીઓનો ઝુકાવ વધારે હતો. પરંતુ આ વખતે ટ્રેન્ડ અલગ જોવા મળી રહ્યો છે. IT માં આ વર્ષે માત્ર 72% બેઠકો જ ભરાઈ છે, જે ગયા વર્ષે 85% વધુ ભરાઈ હતી. ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી જે ઘણી બધી જગ્યાએ નવી બ્રાન્ચ તરીકે શરૂ કરવામાં આવી હતી. જેમાં આ વખતે માત્ર 34% જ એડમિશન થયા છે. જો કે કેમિકલ એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓનો ઝુકાવ હજુ પણ જોવા મળી રહ્યો છે, જેમાં 97% જેટલા એડમિશન થઈ ગયા છે. ગવર્મેન્ટ કોલેજોની બેઠકમાં 87% જેટલું એડમિશન થઈ ગયું
ભાસ્કર ઐયરે જણાવ્યું હતું કે, કુલ 149 કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં 36 કોલેજ ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ કોલેજ છે. 113 કોલેજ સેલ્ફ ફાઇનાન્સ અને સેન્ટ્રલ ઓફ એક્સિલન્સ વાળી કોલેજો છે. આ વર્ષે કુલ 69, 751 જેટલી બેઠકો ઉપલબ્ધ હતી. જેમાં અત્યાર સુધી એટલે કે ત્રણ રાઉન્ડના અંતે 39,470 જેટલી બેઠક પર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો છે. જેથી 30,281 જેટલી બેઠકો હજુ પણ ખાલી છે. 56% જેટલું એડમિશન થઈ ગયું છે. ગયા વર્ષે ગવર્મેન્ટ કોલેજોની બેઠકમાં 85% એમડિશન થયા હતા જેની સામે આ વખતે 87% જેટલું એડમિશન થઈ ગયું છે. જેથી આ વખતે 2% જેટલો ગવર્મેન્ટ કોલેજની બેઠકોમાં વધારો થયો છે. સર્ટીફીકેટ ટુ ડિપ્લોમા માટે હજુ પણ એક ઑફલાઇન રાઉન્ડ થશે
સર્ટિફિકેટ ટુ ડિપ્લોમાની ખાલી બેઠકોને લઈને ઐયર જણાવે છે કે, તેમજ સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા માટે પણ 40 હજાર જેટલી બેઠકો ઉપલબ્ધ હતી. જેની સામે 5 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરી દીધો છે. જે વિદ્યાર્થીઓ નોકરી કરતા હોય અને તેનું વર્ક પ્લેસ 75 કિલોમીટરની અંતરમાં હોય તો તે લોકો તે સંસ્થામાં એડમિશન લેવા માટે લાયક હોય છે. 21 જેટલી ઇન્સ્ટિટ્યૂટ છે જે વર્કિંગ પ્રોફેશનલ્સને ડિપ્લોમા એન્જિનિયરિંગ ઓફર કરતા હોય છે. જેમાં 1900 જેટલી બેઠકો હતી જેમાંથી અત્યાર સુધીમાં 652 જેટલી બેઠકો ભરાઈ ગઈ છે. જો કે હવે સર્ટીફીકેટ ટુ ડિપ્લોમા માટે હજુ પણ એક ઑફલાઇન રાઉન્ડ કરવામાં આવશે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બીજા નંબર પરથી 5માં ક્રમે પહોંચ્યું
‘ઇલેક્ટિકલમાં 96.52 %, મિકેનિકલ એન્જિનિયરિંગ ત્રીજા નંબર પર છે જેમાં 96.26 % જેટલા એડમિશન થઈ ગયા છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ જેમાં પણ વિદ્યાર્થીનો ઝુકાવ વધુ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા ચિપ્સ બનાવવા માટે અને મેન્યુફેક્ચરિંગ કરવા માટે ધોલેરા અને સાણંદ ખાતે જે પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. તેમાં પણ નોકરીની તકો વધારે ઊભી થઈ છે. જેથી તેના 89 % જેટલી બેઠકો ભરાઈ ગઈ છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જે ગયા વર્ષે બીજા નંબર પર હતું, તે આ વખતે પાંચમાં નંબર પર પહોંચી ગયું છે. સ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ વધતા સિવિલ એન્જિનિયરિંગની પણ ડિમાન્ડ આ વખતે વધારે જોવા મળી રહી છે. આ બધી બેઠકોમાં 600 કરતા વધી ઇન્ટેક છે. ફેબ્રિકેશન ટેકનોલોજી જેમાં 38 બેઠકો હતી જે તમામ ભરાઈ ગઈ છે. માઈનિંગમાં પણ 38 હતી જે ભરાઈ ગઈ છે. 600 કરતા ઓછી ઈન્ટેક હોય તેવા ઘણા બધા કોર્સમાં 65થી 70 % બેઠકો ભરાઈ ગઈ છે.’


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *