BRICS Summit 2026: બ્રિક્સ ફક્ત દેશોનો સમૂહ નથી, પરંતુ સોલ્યુશન્સનું એક ઇકોસિસ્ટમ બન્યુઃ PM મોદી

📅 Published: September 13, 2026 | 📂 Category: India National

વિશ્વ હવે જૂથ પાસેથી નક્કર પરિણામોની અપેક્ષા રાખે છે, ફક્ત વિચારો અને પ્રતિબદ્ધતાઓની નહીંઃ પીએમ મોદી 

સહિયારી દ્રષ્ટિ અને સ્પષ્ટ દિશા પ્રદાન થઇઃ પીએમ મોદી 

BRICS Summit 2026ના બીજા અને અંતિમ દિવસના સમાપન દરમિયાન સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં થયેલી ચર્ચાઓએ તેમના વિશ્વાસને મજબૂત બનાવ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી કે શિખર સંમેલનમાં અપનાવવામાં આવેલ નવી દિલ્હી ઘોષણાપત્ર ભવિષ્યના સહયોગ માટે એક સહિયારી દ્રષ્ટિ અને સ્પષ્ટ દિશા પ્રદાન કરશે. તેમણે આશા વ્યક્ત કરી કે બધા પરિણામો સમયસર કાર્યવાહી અને છેલ્લા માઇલ અસર સાથે જોડાયેલા હોવા જોઈએ. 

આગામી યજમાન માટે ચીનને શુભેચ્છાઓ

પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ અપેક્ષાઓ સંયુક્ત પ્રયાસો દ્વારા પૂર્ણ થશે. પ્રધાનમંત્રીએ બ્રિક્સના આગામી યજમાન ચીનને શુભેચ્છાઓ પાઠવી અને નવી દિલ્હી સમિટને સફળ બનાવવા બદલ તમામ નેતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, નેતાઓની મૂલ્યવાન આંતરદૃષ્ટિ અને સૂચનો બ્રિક્સની વધતી જતી સુસંગતતા, ખુલ્લાપણું અને સમાવેશકતાનો પુરાવો છે. 

વાસ્તવિક દુનિયામાં સકારાત્મક અસરઃ પીએમ મોદી 

પીએમ મોદીએ આશા વ્યક્ત કરી હતી કે સમિટના તમામ પરિણામો અને નિર્ણયોની સમયબદ્ધ કામગીરી અને અંતિમ વ્યક્તિ સુધી લાભ પહોંચાડવાના લક્ષ્ય સાથે જોડવા પડશે. જેથી તમામ ફ્રેમવર્ક માત્ર કાગળો અને ફાઇલો સુધી સીમિત ન રહેતા વાસ્તવિક દુનિયામાં સકારાત્મક અસર ઊભી કરી શકે. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું કે બ્રિક્સ હવે તેના ત્રીજા દાયકામાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ આ જૂથ પાસેથી માત્ર નવા વિચારો કે પ્રતિબદ્ધતાઓની જ આશા નથી રાખતું, પરંતુ ‘કંક્રિટ રિઝલ્ટ’ એટલે કે પ્રત્યક્ષ અને નક્કર પરિણામોની અપેક્ષા રાખે છે. તેમણે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તમામ સભ્ય દેશોના સંયુક્ત પ્રયાસોથી આ વૈશ્વિક અપેક્ષાઓને ચોક્કસપણે પૂરી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ શસ્ત્રો, સાયબર હુમલા અને વિનાશનો ભય, Anthropicના CEOએ AIની ગતિ ધીમી કરવાની કરી ભલામણ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *