Gujarat Weather News: આજે બપોરે 1 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું

📅 Published: September 13, 2026 | 📂 Category: Ahmedabad

રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે આજથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના અપાઈ છે. લો પ્રેશરના કારણે સર્જાયેલી આ સિસ્ટમના પ્રભાવ હેઠળ પવનની ગતિ કલાકના 60 થી 70 કિલોમીટર સુધી રહેવાની સંભાવના છે. હવામાન વિભાગની ચેતવણી અનુસાર, નવસારી, દમણ અને વલસાડમાં રેડ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિતની ચાર સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી છે.

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એલર્ટ જાહેર

હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે બપોરે 1 વાગ્યા સુધી ભાવનગર, ભરૂચ, સુરત, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી અને ડાંગ સહિત કુલ 8 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજકોટ, અમરેલી, બોટાદ, આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ તથા અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા, મોરબી અને કચ્છ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદનું એલર્ટ

જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.તંત્ર દ્વારા આગામી દિવસોની સ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ તથા રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, સોમનાથ, જામનગર, દ્વારકા, અમરેલી, મોરબી અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 193 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. તાપીના ઉકાઈમાં સૌથી વધુ 11.81 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરતના ઉમરપાડામાં 8.35 ઇંચ અને સુબીરમાં 5.71 ઇંચ વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત ડાંગના વઘઈમાં 5.67 ઇંચ, સોનગઢમાં 5.51 ઇંચ, સુરતના ચોર્યાસીમાં 4.41 ઇંચ, ડાંગમાં 4.37 ઇંચ અને નર્મદાના ડેડિયાપાડામાં 4.25 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદના પગલે ઉછાલમાં 3.98 ઇંચ, ચિકડામાં 3.46 ઇંચ, અંકલેશ્વરમાં 3.35 ઇંચ, ઘોઘામાં 3.25 ઇંચ, તિલકવાડામાં 3.19 ઇંચ, ભરૂચમાં 2.87 ઇંચ તેમજ ઓલપાડ અને વાંસદા બંને જગ્યાએ 2.8 ઇંચ જેટલો વરસાદ પડવાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને નદી-નાળાઓમાં નવા નીર આવ્યા છે.

આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: ઓગસ્ટમાં ધરતી પર ગરમીની અસર વધી, જાણો 2027 સુધીમાં કેવું રહેશે હવામાન?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *