Shalini Thakur Murder Case: અમેરિકામાં સનકી પ્રેમીનો ખૌફનાક કાંડ, પોઇન્ટ બ્લેન્ક રેન્જથી મહિલાની ગોળી મારી હત્યા

📅 Published: September 13, 2026 | 📂 Category: Crime

ખૂની ભારતનો છે અને માત્ર 22 વર્ષનો છે. તે ઘણા મહિનાઓથી મહિલાનો પીછો કરી રહ્યો હતો. અને બાદમાં તેની હત્યા કરી હતી. 

અમેરિકામાં ખૂની ખેલ 

આરોપી રોહિત શાલિની ઠાકુરની કાર સુધી પહોંચ્યો હતો અને જ્યારે તેણીએ ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે તેનો પીછો કર્યો, બંદૂક કાઢી અને તેના પર અનેકવાર ગોળીબાર કર્યો હતો. જ્યારે શાલિની જમીન પર પડી ગઈ, ત્યારે તેણે નજીકથી તેના માથામાં ફરીથી ગોળી મારી અને પછી પોતાના વાહનમાં ભાગી ગયો હતો. 

રોહિત ક્યારે યુ.એસ.માં પ્રવેશ્યો?

શાલિની ઠાકુરની હત્યા કરનાર રોહિત ભારતનો હતો. તે 2023માં એરિઝોના થઈને યુ.એસ.માં પ્રવેશ્યો હતો. પ્રવક્તાના જણાવ્યા મુજબ, યુએસ બોર્ડર પેટ્રોલ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. બિડેન વહીવટીતંત્રે તેને છોડી દીધો હતો. શુક્રવાર સુધીમાં, તેના ઇમિગ્રેશન સ્ટેટસની ચોક્કસ વિગતો તાત્કાલિક સ્પષ્ટ થઈ શકી ન હતી. આ પછી 2025માં, તેણે શાલિનીનો પીછો કરવાનું અને ધમકી આપવાનું શરૂ કર્યું. ઠાકુર IHOPમાં વેઇટ્રેસ હતી. અને ડોર ડેશ ઓર્ડર લેવા માટે રોહિતને તેના કાર્યસ્થળે ગયો ત્યારે મળ્યો હતો.

પોલીસની પ્રતિક્રિયા 

પોલીસે જણાવ્યું હતું કે રોહિતે શાલિનીનાં ઘરની ડુપ્લિકેટ ચાવી મેળવી હતી. શાલિની સૂતી હતી ત્યારે તે રાત્રે ચોરીછૂપીથી અંદર ઘૂસી જતો હતો. જુલાઈના અંતમાં, કોર્ટના આદેશ છતાં, તેણે શાલિનીનાં દરવાજે કરિયાણા પણ છોડી દીધા હતા. કૂપરે હુમલાના ભાગો દર્શાવતા સર્વેલન્સ વિડિઓ પર પણ ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું, “આ યુવતીનો પીછો કરવામાં આવ્યો, ગોળી મારી દેવામાં આવી, અને પછી તેણે તેની ઉપર ઊભા રહીને તેને મારી નાખી. તે અવિશ્વસનીય છે.

આ પણ વાંચોઃ બ્રિક્સ ફક્ત દેશોનો સમૂહ નથી, પરંતુ સોલ્યુશન્સનું એક ઇકોસિસ્ટમ બન્યુઃ PM મોદી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *