Ahmedabad: માલિકે ઓફિસની ચાવી સોંપી અને કર્મચારીએ કર્યો હાથફેરો, બે સગા ભાઈઓ 45 લાખ રોકડા ચોરીને ફરાર

📅 Published: September 13, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના વેપારી મથક ગણાતા કાલુપુર વિસ્તારમાં આવેલી ‘કે. માંગીલાલ પાર્સલ સર્વિસ’ નામના ટ્રાન્સપોર્ટ ફર્મમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે. છેલ્લા 5 વર્ષથી વિશ્વસનીય રીતે નોકરી કરતા ઉત્તર પ્રદેશના વતની યશવીર પરમાર અને તેના સગા ભાઈએ મળીને માલિક સાથે મોટો વિશ્વાસઘાત કર્યો છે.

કાલુપુરમાં 5 વર્ષ જૂના કર્મચારીનો મોટો વિશ્વાસઘાત

વેપારના કામે માલિકે યશવીર પર વિશ્વાસ મૂકીને ઓફિસ અને તિજોરીના ખાનાની ચાવીઓ તેને સોંપી હતી. માલિકની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને યશવીર અને તેના ભાઈએ ખાનામાં રાખેલા રૂ. 40.29 લાખ અને દિવસ દરમિયાન ઉઘરાણીના આવેલા રૂ. 5 લાખ મળી કુલ રૂ. 45.29 લાખની મતા પર સફાચટ કર્યો હતો.માલિક જ્યારે ઓફિસે પરત આવ્યા ત્યારે ઓફિસને બહારથી તાળું મારેલું જોવા મળ્યું હતું. તેમણે તાત્કાલિક બંને કર્મચારી ભાઈઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંનેના મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવતા માલિકને શંકા ગઈ હતી. તાળું ખોલીને તપાસ કરતા ખાનામાંથી રૂ. 45.29 લાખ રોકડા ગાયબ હતા.

બે સગા ભાઈઓ રૂ. 45.29 લાખ રોકડા ચોરીને ફરાર!

આસપાસના CCTV કેમેરા ચકાસતાં બંને ભાઈઓ હાથમાં મોટા થેલા લઈને ઉતાવળે ભાગતા સ્પષ્ટપણે કેદ થઈ ગયા હતા. ઘટના અંગે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ચોરીનો ગુનો નોંધી, CCTV ફૂટેજ અને લોકેશનના આધારે બંને ફરાર ભાઈઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Upleta: યુવતીના મોઢે ડૂમો દઈ અવાવરું જગ્યાએ લઈ જઈ આચર્યું દુષ્કર્મ, ગર્ભ રહી જતાં વૃદ્ધની કાળી કરતૂત સામે આવી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *