Bhavnagar News: નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, રેલવે કર્મચારી સહિત 3 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર

📅 Published: September 13, 2026 | 📂 Category: Crime

ભાવનગર શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને શહેરમાં ધમધમતી નકલી દારૂ બનાવવાની મીની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસની આ સફળ કામગીરીથી અસામાજિક તત્વોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.

રેલવે કર્મચારી સહિત 3 આરોપીઓ પકડાયા

આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી નકલી દારૂ બનાવવાના કારસાનો પર્દાફાશ કરીને કુલ 3 શખ્સોની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીઓમાં એક રેલવે કર્મચારી પણ શામેલ હોવાનું સામે આવતા સરકારી વર્તુળોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે ઘટના સ્થળેથી દારૂ બનાવવાનું સાહિત્ય પણ જપ્ત કર્યું છે.

Bhavnagar News: fake Liquor Factory Busted, Railway Employee Among 3 Arrested Sent to Remand

કોર્ટે 18 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

ઝડપાયેલા ત્રણેય આરોપીઓને પોલીસ દ્વારા કડક સુરક્ષા વચ્ચે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા અને આ રેકેટમાં સામેલ અન્ય લોકોની પૂછપરછ કરવા માટે પોલીસે કોર્ટ પાસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. મુદ્દામાલ અને કેસની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે તમામ આરોપીઓ 18 સપ્ટેમ્બર સુધી પોલીસ રિમાન્ડ હેઠળ રહેશે, જ્યાં પોલીસ તેમની કડક પૂછપરછ હાથ ધરશે.

આ પણ વાંચો: Bhavnagarમાં વિદેશી દારૂની બનાવટી ફેક્ટરી ઝડપાઈ, LCB એ રેલવે કર્મચારી સહિત 3 ની કરી ધરપકડ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *