Indian Air Forceએ નિવૃત્ત અધિકારી નારાયણ રામકૃષ્ણનનો 100મો જન્મદિવસ ઉજવ્યો

📅 Published: September 13, 2026 | 📂 Category: India National

ભારતીય વાયુસેનાએ પોતાના વરિષ્ઠ નિવૃત્ત અધિકારી MWO (HFO) નારાયણ રામકૃષ્ણનનો 100મો જન્મદિવસ અત્યંત ગૌરવપૂર્ણ રીતે ઉજવ્યો છે. વાયુસેનામાં અપ્રતિમ સમર્પણ, શિસ્ત અને પ્રતિષ્ઠા સાથે સેવા આપનાર આ વીર જવાનના સદી લાંબા જીવન અને તેમની નિષ્ઠાવાન દેશસેવાની વિરાસતને સન્માનિત કરવામાં આવી હતી.

વર્ષ 1981માં વાયુસેનામાંથી થયા હતા નિવૃત્ત

નારાયણ રામકૃષ્ણન વર્ષ 1981માં ભારતીય વાયુસેનામાંથી પોતાની દીર્ઘ અને ગૌરવશાળી સેવા પૂરી કરીને નિવૃત્ત થયા હતા. વાયુસેનામાં તેમના કાર્યકાળ દરમિયાન આપેલા મહત્વપૂર્ણ યોગદાન અને ઉત્કૃષ્ટ સેવાઓને આજે પણ વાયુસેના પરિવાર શ્રદ્ધા અને ગૌરવ સાથે યાદ કરે છે.

Indian Air Force: IAF Celebrates 100th Birthday of Veteran MWO (HFO) Narayan Ramakrishnan

શતાબ્દી ઉજવણીમાં ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

તેમના આ 100મા જન્મદિવસની ભવ્ય ઉજવણીમાં ભારતીય વાયુસેનાના ચીફ ઓફ ધ એર સ્ટાફ (CAS) સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ અને પૂર્વ સૈનિકો વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ નારાયણ રામકૃષ્ણનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવીને તેમના દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી.

Indian Air Force: IAF Celebrates 100th Birthday of Veteran MWO (HFO) Narayan Ramakrishnan

આ પણ વાંચો: IAF Dronathon 2026: ભારતીય વાયુસેના કરશે ‘Dronathon 2026’નું આયોજન, જાણો તારીખ અને સ્થળ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *