રાજસ્થાનના જેસલમેર સ્થિત પોખરણ ફાયરિંગ રેન્જ ખાતે ભારતીય વાયુસેના (IAF) દ્વારા આયોજિત ‘Dronathon 2026’ માટે હવે ગણતરીની કલાકો જ બાકી રહ્યા છે. 14થી 16 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાનારા આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં દેશની સ્વદેશી ડ્રોન શક્તિ અને અદ્યતન ડિફેન્સ ટેક્નોલોજીનું શક્તિપ્રદર્શન કરવામાં આવશે.
આત્મનિર્ભર ભારત તરફ મહત્વપૂર્ણ કદમ
વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને વધુ વેગ આપવા માટે વાયુસેના દ્વારા આ વિશેષ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માધ્યમથી ભારતીય ડિફેન્સ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને સંશોધકોને પોતાની અદ્યતન ડ્રોન ટેક્નોલોજી વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂ કરવાની અને પ્રદર્શિત કરવાની સોનેરી તક મળશે.

ડ્રોન સાથે કાઉન્ટર-ડ્રોન ટેક્નોલોજી પર ભાર
પોખરણની રણભૂમિ પર સ્વદેશી અને અદ્યતન ડ્રોનનું પરીક્ષણ અને પ્રદર્શન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં માત્ર ડ્રોન નિર્માણ જ નહીં, પરંતુ દુશ્મનના ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવતી કાઉન્ટર-ડ્રોન ટેક્નોલોજી (Anti-Drone Technology) પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે.

સુરક્ષા ક્ષેત્રે સહયોગ મજબૂત બનશે
દેશની સુરક્ષા ક્ષમતાઓને વધુ સુદ્રઢ બનાવવા અને ભારતીય ઉદ્યોગ જગત તેમજ દેશના સંરક્ષણ ક્ષેત્ર વચ્ચે પરસ્પર સહયોગ વધારવામાં Dronathon 2026 એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક માઇલસ્ટોન સાબિત થશે.
આ પણ વાંચો: BRICS Summit 2026: Su-30MKI માટે 300 km રેન્જ ધરાવતી રશિયન RVV-BD મિસાઈલ ડીલ પર નજર
