સ્પામાં મારામારી અને છેડતી:એસ.જી હાઈવેના સ્પામાં મેનેજરે યુવતીને મારી તો માલિકે 90 મિનિટ સુધીમાં બેસાડી અડપલા કર્યા

📅 Published: September 13, 2026 | 📂 Category: gujarati-news

શહેરના સૌથી વધુ સ્પા ધરાવતા વસ્ત્રાપુરમાં ત્યાં યુવતીઓનું શોષણ કરાતુ હોવાના અનેક કિસ્સા બની રહ્યા છે. ત્યારે એસજી હાઇવે પરના બે સ્પા સેન્ટરના માલિકો સામે થેરાપીસ્ટ યુવતીએ આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે.જેમાં એક માલિકે માર માર્યો હતો જ્યારે અન્ય સ્પા સેન્ટરના માલિકે અડપલાં કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે.વસ્ત્રાપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સ્પા માલિકે યુવતીને ગાળો કાઢી લાફા માર્યાનો આક્ષેપ
બેંગ્લોરની 34 વર્ષીય યુવતી શહેરમાં રહે છે અને શહેરના એસજી હાઇવે પર આવેલા બે જાણીતા સ્પા સેન્ટરમાં થેરાપીસ્ટ તરીકે નોકરી કરે.4 સપ્ટેમ્બરના રોજ એસજી હાઇવે પર આવેલા એક સ્પામાં યોજાયેલી મિટીંગ તે હાજર હતી.ત્યારે મેનેજરે અહીં કામ કરતા સ્ટાફને સંચાલકનું કીધુ કરશે તેને જ રાખવામાં આવશે તેવું કહેતા ભોગ બનનાર યુવતીએ જેને નોકરી છોડવા બાબતે પ્રશ્ન કર્યો હતો. જેથી તે બાબતનું મનદુખ રાખીને મોડીરાત્રે સ્પા માલિક મેહુલે ગેટ આઉટ કહીને ઉશ્કેરાઇને ગાળાગાળી કરીને લાફા મારી દીધા હતા.જેથી યુવતીએ પોલીસને ફોન કરતા મેહુલે હાજર કર્મચારીને ભોગ બનનારને માર મારવાનું કહીને ત્યાંથી ભાગી ગયો હતો.જ્યારે પોલીસ આવી ત્યારે યુવતીને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી હતી પરંતુ પોલીસે અરજી લીધી હતી. યુવતીને 90 મિનિટ બેસાડી અપડપલાં કર્યાનો આક્ષેપ
આ બનાવના 10 દિવસ પહેલા અન્ય સ્પાના માલિક મુકેશે તેના સ્પાના રૂમમાં ભોગ બનનાર યુવતીને થેરાપી કરવાનું કહીને મિત્રતા કરવાનું કહેતા યુવતીએ મનાઇ કરી હતી. છતાંય સ્પા માલિકે 90 મિનીટ સુધી તેને રૂમમાં બેસાડી રાખીને અડપલાં કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે.જોકે, મુકેશે તે સમયે માફી માંગતા યુવતીએ કાર્યવાહી કરી નહોતી. પરંતુ બંને માલિકોએ આ બાબતોનું મનદુખ રાખીને કાઢી મૂકતા આખરે યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મેહુલ અને મુકેશ સામે ફરિયાદ નોંધાવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *