સુરત શહેરમાં માસૂમ બાળકીઓ અસુરક્ષિત હોવાની વધુ એક કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક કારખાનામાં માતા-પિતા કામ કરી રહ્યા હતા ત્યારે તેમની સાથે જ મજૂરીકામ કરતા એક 22 વર્ષીય યુવકે તેમની માત્ર 7 વર્ષની માસૂમ દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને કારખાનાના કપડાં બદલવાના રૂમમાં લઈ જઈ તેની સાથે અડપલાં કરી દુષ્કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ મામલે બાળકીની માતાની ફરિયાદના આધારે ખટોદરા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. દોઢ મહિનાથી ગાલ અને પીઠ પર અડપલાં કરતો હતો
પોલીસ ફરિયાદમાં પીડિત બાળકીની માતાએ જણાવ્યા મુજબ, મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાનો વતની અને હાલ પાંડેસરાની આશાપુરી સોસાયટી-2 માં રહેતો 22 વર્ષીય ધિરેન ઉર્ફે બાબુ જયસેન ડાકુઆ તેમની સાથે જ સંચા ખાતામાં મજૂરીકામ કરતો હતો. ધિરેન છેલ્લા દોઢ મહિનાથી તેમની 7 વર્ષની બાળકી પર બદનજર રાખતો હતો. તે અવારનવાર બાળકીના ગાલ તેમજ પીઠ પર અયોગ્ય સ્પર્શ કરી તેને પકડી રાખી ચીપકવાનો પ્રયાસ કરતો હતો. માતા-પિતા સંચા ચલાવતા હતા’ને આરોપી બાળકીને રૂમમાં ખેંચી ગયો
ગત 11 સપ્ટેમ્બરના રોજ સવારે પોણા દસથી સાંજના સાડા છ વાગ્યાના અરસામાં બાળકીના માતા-પિતા કારખાનામાં સંચા પર કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની માસૂમ દીકરી કારખાનામાં બનેલા ચેન્જિંગ રૂમ બહાર રમી રહી હતી. માતા-પિતા કામમાં વ્યસ્ત હોવાનો ફાયદો ઉઠાવી ધિરેન બાળકીને રૂમની અંદર ખેંચી ગયો હતો. ત્યાં તેણે બાળકીના કપડાં ઉતારી તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ખટોદરા પોલીસે BNS અને POCSO એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો
ઘટના અંગે બાળકીએ પરિવારને જાણ કરતાં પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. બનાવ સંદર્ભે ખટોદરા પોલીસે આરોપી ધિરેન ઉર્ફે બાબુ ડાકુઆ સામે BNSની વિવિધ કલમ તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
સુરતમાં 7 વર્ષની માસૂમ સાથે હેવાનિયત:કારખાનામાં માતા-પિતા કામ કરતા હતા'ને સાથી મજૂરે બાળકી સાથે આચર્યું દુષ્કર્મ, દોઢ મહિનાથી છેડતી કરતો યુવક બાળકીને ચેન્જિંગ રૂમમાં ખેંચી ગયો
📅 Published: September 13, 2026 |
📂 Category: gujarati-news
