Gujarat Weather News : 24 કલાકમાં 234 તાલુકાઓમાં મેઘમહેર, આજે આ 11 જિલ્લાઓમાં વરસાદ બગડાટી બોલાવશે

📅 Published: September 14, 2026 | 📂 Category: gujarati-news

રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહીને પગલે મહેસાણા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર અને ભરૂચ સહિતના 11 જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.વાવાઝોડા સાથે વરસી રહેલા આ વરસાદ દરમિયાન 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.જ્યારે અમદાવાદ, કચ્છ, મોરબી, ડાંગ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને કચ્છ તથા સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના છે.

24 કલાકમાં રાજ્યના 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. જેમાં રાજ્યના 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 4.45 ઇંચ વરસાદ ખાબક્યો હતો.જ્યારે વાલિયામાં 3.7 ઇંચ, નાનાપોંઢામાં 3.54 ઇંચ, બરવાળામાં 3.39 ઇંચ, ધરમપુરમાં 3.31 ઇંચ, વાંસદામાં 3.27 ઇંચ અને વાપીમાં 3.11 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ઉમરપાડામાં 3.03 ઇંચ, ચુડામાં 2.83 ઇંચ, ગરુડેશ્વર અને રાણપુરમાં 2.64 ઇંચ, ઉમરગામમાં 2.64 ઇંચ તેમજ દાહોદ અને સુરતના અંબિકા વિસ્તારમાં 2.6 ઇંચ જેટલો સારો વરસાદ નોંધાયો છે.

નર્મદા ડેમ છલકાવાની તૈયારી

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ જળ સપાટીથી છલોછલ થવાની તૈયારીમાં છે. તા. 13 સપ્ટેમ્બર 2026ના સાંજે ડેમની જળસપાટી 137 મીટર નોંધાઈ છે. જે મહત્તમ સપાટીથી માત્ર પોણા બે મીટર જ દૂર છે. ડેમમાં હાલ લાઈવ સ્ટોરેજ 523100 MCM છે. ઉપરવાસમાંથી ડેમમાં 87131 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.પાણીની આવકને ધ્યાનમાં રાખીને નદીમાં પાવરહાઉસ મારફતે 42659 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.જ્યારે કેનાલમાં 13577 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ, ડેમમાંથી નદી અને કેનાલ મારફતે કુલ 56236 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. ડેમની હાલની સપાટી મહત્તમ સપાટીથી માત્ર 1.68 મીટર દૂર છે. ડેમના કેચમેન્ટ એરિયામાં પણ સતત વરસાદ હોવાથી 87000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે ડેમની જળ સપાટીમાં ધીમો વધારો થશે અને જો સ્થિતિ આવી જ રહી તો આગામી એક સપ્તાહમાં નર્મદા ડેમ પૂર્ણ ભરાઈને છલકાઈ શકે તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચોઃ Rajkot News : સાયબર ગઠિયાઓએ મોડી રાત્રે ફોન કરી વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કર્યું, 2 કરોડના ફ્રોડની ધમકી આપી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *