અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બગોદરા ટોલ નાકાની પાસે આવેલા ભોગાવા બ્રિજની છેડા પર શનિવારે મોડી રાતે ટ્રક પલટી પડતાં એક તરફ્નો માર્ગ બ્લોક થઈ ગયો હતો. જેના પગલે બગોદરા તરફ્ અંદાજે ત્રણ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી જતાં હાઈવેની બંને સાઈડના વાહનચાલકોને રવિવારે સવારે 10 વાગ્યાના સમયગાળા સુધી ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ ભોગાવા બ્રિજની છેડે એક ભારે ટ્રક પલટી મારી જતાં હાઈવે પરનો એક તરફ્નો માર્ગ સંપૂર્ણપણે અવરોધાયો હતો. ઘટનાની જાણ થતાં બગોદરા પોલીસ તેમજ અમદાવાદ જિલ્લા ટ્રાફ્કિ પોલીસનો કાફ્લો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ક્રેનની મદદથી પલટી પડેલી ટ્રકને હટાવવાની કામગીરી હાથ ધરી ટ્રાફ્કિ વ્યવસ્થા પૂર્વવત કરવા પ્રયાસો કર્યા હતા. ટ્રાફ્કિજામ દરમિયાન કેટલાક વાહનચાલકો રોંગ સાઈડમાં વાહનો હંકારી જતા પોલીસ દ્વારા આવા વાહનચાલકો સામે કાર્યવાહી કરી દંડ પણ ફ્ટકારવામાં આવ્યો હતો.
Bagodra: અમદાવાદ – રાજકોટ હાઈવે પર ભોગાવા બ્રિજ પાસે ટ્રક પલટતા ત્રણ કિમીનો ટ્રાફિક જામ : બંને સાઈડ વાહનચાલકો કલાકો સુધી અટવાયા !
📅 Published: September 13, 2026 |
📂 Category: Ahmedabad
