Petrol Diesel Price Today: ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, શું પેટ્રોલ ડીઝલ મોંઘુ થયું? જાણો આજનો લેટેસ્ટ રેટ

📅 Published: September 14, 2026 | 📂 Category: Business

મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને હુમલાઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ૨.૮% વધીને $૧૦૭.૫૪ પ્રતિ બેરલની સપાટી વટાવી ચૂક્યું છે, જ્યારે WTI ક્રૂડ પણ $102.34 પહોંચી ગયું છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો

ચા તેલના ભાવમાં આવેલા આ ઉછાળાની સીધી અસર આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડશે. જો ક્રૂડના ભાવ ઊંચા રહેશે, તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં મોટો વધારો થવાની શક્યતા છે, જેનાથી મોંઘવારી વધશે.ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દરરોજ સવારે 6 વાગ્યે નવા દરો જાહેર કરવામાં આવે છે, અને તાજેતરના અપડેટ્સ અનુસાર, હાલ તો સામાન્ય નાગરિકો માટે રાહતની વાત એ છે કે ઘરેલુ બજારમાં ઇંધણના ભાવમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી.પરંતુ આગામી સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શક્યતા છે. 

આજે દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ

દિલ્હી: ઇથેનોલ-મુક્ત પેટ્રોલની કિંમત ₹167.35 પ્રતિ લિટર છે. દિલ્હીમાં E5 પેટ્રોલની કિંમત ₹109.24 અને E20 પેટ્રોલની કિંમત ₹102.12 પ્રતિ લિટર છે.

મુંબઈ: પેટ્રોલ ₹111.21 અને ડીઝલ ₹97.83 પ્રતિ લિટર.

જયપુર: પેટ્રોલની કિંમત ₹112.66 અને ડીઝલની કિંમત ₹97.78 પ્રતિ લિટર છે.

પટના: પેટ્રોલનો ભાવ ₹113.37 અને ડીઝલનો ભાવ ₹99.36 પ્રતિ લિટર છે.

લખનૌ: પેટ્રોલનો ભાવ ₹101.89 અને ડીઝલનો ભાવ ₹95.36 પ્રતિ લિટર છે.

ભોપાલ: પેટ્રોલનો ભાવ ₹114.45 અને ડીઝલનો ભાવ ₹99.55 પ્રતિ લિટર છે.

ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના અંદાજિત દરો


શહેર   પેટ્રોલ/પ્રતિ લીટર ડીઝલ/ પ્રતિ લીટર
અમદાવાદ  ₹102.15  ₹98.27 
ગાંધીનગર ₹102.04  ₹98.15 
રાજકોટ  ₹101.57  ₹97.71
સુરત ₹101.82 ₹97.95 
વડોદરા ₹101.46 ₹97.57 
તમારા શહેરના તાજા ભાવ કેવી રીતે જાણી શકશો?
જો તમે તમારા ચોક્કસ શહેરના લેટેસ્ટ રેટ ઘર બેઠા જાણવા માંગતા હોવ, તો તમે સરળતાથી SMS દ્વારા માહિતી મેળવી શકો છો:
IOCL (ઇન્ડિયન ઓઇલ): ‘RSP <સ્પેસ> <સેન્ટર કોડ>’ લખીને 92249 92249 પર SMS કરો.
HPCL (હિન્દુસ્તાન પેટ્રોલિયમ): ‘HPPRICE <સ્પેસ> <સેન્ટર કોડ>’ લખીને 92222 01122 પર SMS કરો.
BPCL (ભારત પેટ્રોલિયમ): ‘RSP <સ્પેસ> <સેન્ટર કોડ>’ લખીને 92231 12222 પર SMS કરો.

આ પણ વાંચોઃ Hormuz માં ફરી તણાવ વધ્યો, ઇરાની કાર્ગો જહાજ પર જોરદાર હુમલો, એકનું મોત



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *