Mohsin Naqvi પાસેથી કેમ ન સ્વીકારી ટ્રોફી? કોચ અમોલ મજુમદારે કર્યો મોટો ખુલાસો!

📅 Published: September 14, 2026 | 📂 Category: cricket

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 72 રનથી હરાવીને ACC મહિલા એશિયા કપ 2026નો ખિતાબ જીતી લીધો.હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમે 8મી વખત એશિયા કપની ટ્રોફી પોતાના નામે કરીને એશિયન ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ ફરી સાબિત કર્યું. જોકે, ભારતની ખિતાબી જીત બાદ મેચ કરતાં પણ ટ્રોફી સેરેમની વધુ ચર્ચામાં રહી.

કોચ અમોલ મજુમદારનું મોટું નિવેદન 

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પૂરી થયાના લગભગ 40 મિનિટ બાદ ટ્રોફી સેરેમની શરૂ થઈ હતી.આ દરમિયાન શ્રીલંકાની ખેલાડીઓને રનર્સ-અપ મેડલ આપવામાં આવ્યા અને કેપ્ટન ચમારી અટાપટ્ટુનો ઈન્ટરવ્યૂ પણ થયો.જોકે, ભારતીય ટીમનો કોઈ ખેલાડી કે અધિકારી મંચની આસપાસ જોવા મળ્યો નહોતો. અંતે ભારતીય ટીમની ટ્રોફી સેરેમની વિના જ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.

BCCIના નિર્ણય સાથે ટીમ ઊભી

ભારતીય મહિલા ટીમના મુખ્ય કોચ અમોલ મજુમદારે મેચ બાદ આ સમગ્ર મામલે ટીમનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે જણાવ્યું કે ટ્રોફી ન લેવાનો નિર્ણય BCCI દ્વારા લેવામાં આવ્યો હતો અને ભારતીય ટીમ આ નિર્ણયની સાથે છે.મજુમદારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે BCCIએ જે વલણ અપનાવ્યું છે, ટીમ તેની સાથે છે. તેમના જણાવ્યા મુજબ,ટીમ માટે આ ટૂર્નામેન્ટ હવે પૂર્ણ થઈ ગયું છે. ભારત ચેમ્પિયન બન્યું છે અને ટીમ માટે આ જ સૌથી મહત્વની વાત છે.કોચે એમ પણ કહ્યું કે મેદાનમાં મોટા બોર્ડ પર ભારતને એશિયા કપ 2026નું ચેમ્પિયન દર્શાવવામાં આવ્યું હતું. તેથી તેમના માટે ખિતાબ જીતવો સૌથી મોટી ઉપલબ્ધિ છે. હવે ટીમનું ધ્યાન આગામી એશિયન ગેમ્સ પર છે.જ્યારે અમોલ મજુમદારને પૂછવામાં આવ્યું કે ભારતીય ટીમને એશિયા કપની ટ્રોફી આખરે ક્યારે મળશે,ત્યારે તેમણે કહ્યું કે હાલમાં તેમની પાસે આ અંગે કોઈ માહિતી નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ અંગે અત્યાર સુધી કોઈ સમાચાર મળ્યા નથી, તેથી તેઓ તેના વિશે કંઈ કહી શકે તેમ નથી.

દુબઈમાં ફરી શું થયું?

ફાઇનલ પૂરી થયા બાદ ભારતીય ખેલાડીઓએ BCCIના સચિવ દેવજીત સૈકિયા અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા સાથે ખાનગી રીતે જીતની ઉજવણી કરી હતી. ત્યારબાદ ટીમ મેદાનમાંથી નીકળીને ડ્રેસિંગ રૂમમાં પહોંચી હતી.થોડા સમય બાદ સત્તાવાર સેરેમની શરૂ કરવામાં આવી, પરંતુ તે સમયે ભારતીય ટીમનો કોઈ ખેલાડી કે અધિકારી મંચ પાસે હાજર નહોતો. શ્રીલંકાની ટીમને રનર્સ-અપ મેડલ આપવામાં આવ્યા અને ત્યારબાદ સેરેમની પૂર્ણ કરી દેવામાં આવી.આ સમગ્ર ઘટનાએ 2025ની પુરુષ એશિયા કપ ફાઇનલની યાદ અપાવી દીધી. તે સમયે પણ ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી નહોતી. નકવી એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ ઉપરાંત પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અને પાકિસ્તાન સરકારમાં ગૃહમંત્રી છે.જોકે,મહિલા એશિયા કપ 2026માં ભારતીય ટીમે મેદાન પર પોતાના પ્રદર્શનથી જવાબ આપ્યો. શ્રીલંકાને 72 રનથી હરાવીને ભારતે 8મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો અને 2024ની ફાઇનલમાં મળેલી હારનો બદલો પણ લીધો.

આ પણ વાંચો – Women’s Asia Cup Final : ફાઈનલમાં ભારતનો ડંકો, શ્રીલંકાની લંકા લગાવી બન્યું ચેમ્પિયન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *