જો તમે આગામી દિવસોમાં વિદેશ પ્રવાસનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. IRCTC (ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) પ્રવાસીઓ માટે 5 દિવસ અને 4 રાતનું ખાસ ‘દુબઈ-અબુ ધાબી ટૂર પેકેજ’ લઈને આવ્યું છે. આ પેકેજ અંતર્ગત પ્રવાસીઓને દુબઈ અને અબુ ધાબીના વિશ્વપ્રસિદ્ધ સ્થળો અને સાંસ્કૃતિક ધરોહરો નજીકથી જોવાની ઉત્તમ તક મળશે. હોટેલ બુકિંગ, ભોજન અને ફરવાની તમામ વ્યવસ્થા અગાઉથી નક્કી હોવાથી યાત્રીઓ કોઈ પણ જાતની ઝંઝટ વિના પોતાની રજાઓ માણી શકશે. નીચે આપેલા ઈન્ફોગ્રાફિક્સમાં જાણો ટૂનના પ્રાઇસથી લઈને 5 દિવસમાં તમે શું શું કરશો… આ 5 દિવસના ટૂરમાં પ્રવાસીઓને દુબઈ અને અબુ ધાબીના શ્રેષ્ઠ આકર્ષણો નજીકથી માણવા મળશે. જેમાં બુર્જ ખલીફા, મિરેકલ ગાર્ડન અને ક્રીક ક્રૂઝની રોમાંચક સફરથી લઈને ડેઝર્ટ સફારીમાં BBQ ડિનર અને બેલી ડાન્સ જેવી મનોરંજક પ્રવૃત્તિઓ સામેલ છે. આ સાથે અબુ ધાબીમાં ભવ્ય BAPS હિન્દુ મંદિર અને શેખ ઝાયેદ મસ્જિદના દર્શન પણ કરાવાશે. છેલ્લે મોલ ઓફ અમીરાતમાં ખરીદી અને મનોરંજન સાથે આ યાદગાર પ્રવાસ પૂર્ણ થશે.
ગુજરાતીઓ, બેગ પેક કરી લો!:IRCTCનું ધમાકેદાર દુબઈ-અબુ ધાબીનું ટૂર પેકેજ, અમદાવાદથી સીધી ફ્લાઇટ; હોટેલ-વિઝા સામેલ; ઈન્ફોગ્રાફિક્સમાં જાણો બધું જ
📅 Published: September 14, 2026 |
📂 Category: Lifestyle
