રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે સાંજે 7 વાગ્યા સુધી ગુજરાતના 19 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના જિલ્લાઓ રેડ એલર્ટ હેઠળ
ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ વાહનવ્યવહારને અસર થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે
સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ચેતવણી
અમદાવાદ જિલ્લામાં પણ રેડ એલર્ટ હોવાથી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિમાં નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
19 જિલ્લાઓમાં એકસાથે રેડ એલર્ટ
રાજ્યના 19 જિલ્લાઓમાં એકસાથે રેડ એલર્ટ જાહેર થતાં વહીવટી તંત્ર માટે પણ પડકાર ઊભો થયો છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી તકેદારી અને રાહત કામગીરી માટે તૈયારી રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’
