JCI વલસાડ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન:ગંગા બાની વાડીમાં ભજન સંધ્યા અને સમૂહ આરતી સાથે ભક્તિમય ઉજવણી

📅 Published: September 14, 2026 | 📂 Category: gujarati-news

JCI વલસાડ દ્વારા JC Week 2026 અંતર્ગત Family Bonding Day નિમિત્તે ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું હતું. વલસાડની ગંગા બાની વાડી ખાતે આ મહોત્સવમાં વિધિપૂર્વક શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ સ્થાપના પછી ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંધશાળાના બાળકોએ સુંદર ભજનો રજૂ કરીને હાજર રહેલા સૌને ભાવુક કરી દીધા હતા. બાળકોની પ્રતિભા અને ભક્તિભાવથી ભરેલી રજૂઆતને મહેમાનો અને JCI પરિવાર દ્વારા ખૂબ ઉત્સાહથી વધાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સમૂહ આરતી પણ યોજાઈ હતી. JCI વલસાડ પરિવારના સભ્યો સહિત હાજર રહેલા સૌએ ભક્તિભાવપૂર્વક સમૂહ આરતીમાં ભાગ લીધો હતો. આખી ગંગા બાણી વાડીમાં ગણેશ ભક્તિનું આધ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રમુખ જેસી હૃજુતા પારેખના માર્ગદર્શનથી કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ જેસી આદિત્ય ચાંપાનેરી અને જેસી પંકિત પટેલ સહિત JCI વલસાડ પરિવારના તમામ સભ્યોનો આમાં સહયોગ મળ્યો હતો. JCI વલસાડ દ્વારા આયોજિત આ ગણપતિ મહોત્સવમાં ધાર્મિક ઉજવણી સાથે પારિવારિક એકતા, સામાજિક જોડાણ અને દિવ્યાંગ બાળકોની કલાને પ્રોત્સાહન આપવાનો સારો સંદેશ આપવામાં આવ્યો હતો. અંધશાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલી ભજન સંધ્યા કાર્યક્રમનું ખાસ આકર્ષણ રહ્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *