મોરી ડિઝાઇનથી બોટમને બનાવો ગ્લેમરસ

📅 Published: September 14, 2026 | 📂 Category: Nari

એક સમય હતો જ્યારે માત્ર કુરતીના ગળા કે દુપટ્ટાની ડિઝાઇન પર જ ધ્યાન આપવામાં આવતું હતું, પરંતુ આજે યુવતીઓ બોટમવેર એટલે કે સલવારની આઉટલાઇન અને ડિટેલિંગ પર વિશેષ ધ્યાન આપી રહી છે. ખાસ કરીને સલવારની નીચેના ભાગે આવેલી મોરીની ડિઝાઇન અત્યારે ફેશન વર્લ્ડમાં લોકપ્રિય બની રહી છે.   

પિનટેક્સ અને 

લેસ વર્ક મોરી 

અત્યારે સોબર અને ક્લાસી લુક માટે પિનટેક્સવાળી મોરી સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. સલવારની બોટમમાં આડી કે ત્રાંસી બારીક પિનટેક્સ આપીને તેની નીચે વાઇટ ક્રોશિયા કે કટવર્ક લેસ મૂકવામાં આવે છે. આ ડિઝાઇન સ્ટ્રેટ પલાઝો, પાકિસ્તાની સૂટ અને પેન્ટ સલવાર સાથે એલિગન્ટ લાગે છે.  

ઓર્ગેન્ઝા ટિશ્યૂ કટવર્ક મોરી 

ટ્રાન્સપરન્ટ અને મોડર્ન લુક માટે ઓર્ગેન્ઝા ફેબ્રિક અત્યારે ટોપ ટ્રેન્ડમાં છે. સલવારની નીચેના બેથી ચાર ઇંચ ભાગમાં મેચિંગ કે કન્ટ્રાસ્ટ ઓર્ગેન્ઝા કાપડ જોડીને તેના પર બારીક એમ્બ્રોઇડરી અથવા જરી કટવર્ક કરવામાં આવે છે.  

બટન અને લૂપ ડિટેલિંગ મોરી 

સિમ્પલ છતાં રોયલ લુક ઈચ્છતી યુવતીઓ માટે સાઇડ સ્લિટ સાથે બટનવાળી મોરી શ્રેષ્ઠ છે. પેન્ટ સલવારની સાઇડ કટ પર પોટલી બટન્સ, ફેબ્રિક બટન્સ કે ફેન્સી મેટાલિક બટન્સ ગોઠવવામાં આવે છે. આ ડિઝાઇન ઓફિસવેર અને ફોર્મલ કુરતીઓ સાથે ખૂબ જ ડિસન્ટ લુક પૂરો પાડે છે.  

કટવર્ક અને સ્કેલપ મોરી 

સ્કેલપ એટલે કે અર્ધચંદ્રાકાર કટ ડિઝાઇન સલવારને એકદમ રોયલ અને આર્ટિસ્ટિક ફીલ આપે છે. સલવારની નીચેની બોર્ડર પર વળાંકવાળા કટ્સ આપીને તેના પર રેશમ કે જરી ધાગાથી ફિનિશિંગ કરવામાં આવે છે. શરારા અને નેરો પેન્ટમાં આ ડિઝાઇન ખીલે છે.  

અફઘાની અને પ્લીટેડ કફ મોરી 

અફઘાની સલવાર અત્યારે યુવતીઓમાં હોટ ફેવરિટ છે. આમાં ઉપરથી ઘેરદાર સલવાર હોય છે અને નીચે મોરી પાસે એક ચોક્કસ પહોળી પટ્ટી મૂકીને નાની-નાની પ્લીટ્સ લેવામાં આવે છે. આ પટ્ટી પર ગોટાપટ્ટી કે હેવી એમ્બ્રોઇડરી કરીને તેને ચિક લુક આપવામાં આવે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *