Ahmedabad : વિદ્યાર્થીઓએ 500થી વધારે ફ્ર્નિચર ડિસ્પ્લે, ટાઉનશિપ કન્સેપ્ટ્સ, બેસ્ટ-આઉટ-ઓફ્-વેસ્ટ ક્રિએશન્સ રજૂ કર્યાં

📅 Published: September 14, 2026 | 📂 Category: Ahmedabad

9 સફ્ળ સીઝન પછી, અમદાવાદનું સૌથી મોટું ડિઝાઇન પ્રદર્શન- BRDS ઇન્ટિરિયર ડિઝાઇન પ્રદર્શન 2026 તાજેતરમાં શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર, અમદાવાદ ખાતે યોજાયું હતું. ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં3000+ ડિઝાઇન ઉત્સાહીઓ, ઉભરતા ડિઝાઇનર્સ, ઉદ્યોગ વ્યાવસાયિકો અને અગ્રણી બ્રાન્ડ્સ વર્તમાનકાળની ઇન્ટિરિયર ડિઝાઇનની ઉજવણી માટે ભેગા થયા હતા. પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ BRDSના 300થી વધુ ઇન્ટિરિયરડિઝાઇનના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલું સર્જનાત્મક કાર્ય રહ્યું હતું. વિદ્યાર્થીઓએ 500થી વધુ ફ્ર્નિચર ડિસ્પ્લે, ટાઉનશિપ કન્સેપ્ટ્સ, ઇન્સ્ટોલેશન્સ, બેસ્ટ-આઉટ-ઓફ્-વેસ્ટ ક્રિએશન્સ, ઇન્ટિરિયર એસેસરીઝ, 3D મોડલ્સ અને વિગતવાર ઇન્ટિરિયર ડ્રોઈંગ્સ દ્વારા પોતાની સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું. ઇન્ડસ્ટ્રીના દૃષ્ટિકોણને ઉમેરતા દુરિયન લેમિનેટ્સ, એસ્કોઝર ઓટોમેશન્સ, ક્રાઉન ઇન્ટિરિયર્સ, મોર્ફે ફ્ર્નિચર, ફાઇન ટચ ટાઇલ્સ એન્ડ ઇન્ટિરિયર સોલ્યુશન્સ, ટેબલિન ક્યુરેટેડ લિવિંગ, ઓલ અબાઉટ બોહેમિયન, રામાટ હોમ્સ સહિતની અગ્રણી બ્રાન્ડ્સે પોતાના નવીનતમ પ્રોડક્ટ્સ, મટિરિયલ્સ અને ડિઝાઇન સોલ્યુશન્સનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દ્વારા ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ વચ્ચે પરસ્પર સંવાદ માટેની તકો પણ ઊભી થઈ હતી. જેના પરિણામે ઉભરતા ડિઝાઇનર્સને આધુનિક પ્રોડક્ટ્સ, નવી ટેક્નોલોજી અને ઇન્ડસ્ટ્રીની કાર્યપદ્ધતિઓ અંગે મૂલ્યવાન અનુભવ અને એક્સપોઝર મળ્યું હતું. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, પ્રોડક્ટ ઇનોવેશન અને ઇન્ડસ્ટ્રીની ભાગીદારીના સુંદર સમન્વય સાથે BRDSઇન્ટિરિયર ડિઝાઇન એક્ઝિબિશન 2026 અમદાવાદના સતત વિકસતા ઇન્ટિરિયર ડિઝાઇન ક્ષેત્રની ઉજવણી કરતું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનીને ઉભરી આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *