યાર્ન મોંઘું થયું, વિવર્સનું માર્જિન ધોવાયું:ગ્રે કાપડમાં 15%થી 20% ભાવ વધારીને જ વેચશે

📅 Published: September 15, 2026 | 📂 Category: gujarati-news

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની કરોડરજ્જુ સમાન વિવિંગ સેક્ટર યાર્નના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે ઉત્પાદન ખર્ચ (ઇનપુટ કોસ્ટ) અને કાપડના વર્તમાન વેચાણભાવ વચ્ચેનું અંતર જોખમી સ્તરે વધી ગયું છે, જેનાથી વિવરનું નફાનું માર્જિન સંપૂર્ણપણે દબાઈ ગયું છે. આ સંકટમાંથી ઉદ્યોગને ઉગારવા માટે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન (FOGWA) દ્વારા સુરત શહેર અને જિલ્લાના તમામ વિવર્સને એક થઈને ગ્રે કાપડના વેચાણભાવમાં તાત્કાલિક 15% થી 20%નો વધારો કરીને જ સોદા કરવાની સત્તાવાર અપીલ કરવામાં આવી છે. આવું થવાના કારણે તેની સીધી અસર કાપડના ભાવ પર આગામી દિવસોમાં જોવા મળશે. હવે વિવર્સ જૂના ભાવે માલ નહીં આપે
ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, કાચા માલ સમાન યાર્નના ભાવ સતત વધી રહ્યા છે. કાચો માલ મોંઘો થયો છે ત્યારે વિવર્સ માટે જૂના ભાવે ગ્રે કાપડ વેચીને એકમો ચલાવવા અશક્ય બની ગયા છે. જો વિવર્સ જૂના ભાવે માલ વેચવાનું ચાલુ રાખશે તો મોટા પાયે આર્થિક ખોટ સહન કરવાનો વારો આવશે. તેથી વધેલા ઉત્પાદન ખર્ચને પહોંચી વળવા માટે ગ્રે કાપડમાં 15% થી 20% નો ભાવવધારો લેવો અનિવાર્ય બન્યો છે. મિલોએ પણ પહેલેથી ભાવ વધારી દીધો હતો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *