સ્વાગતમાં ફરિયાદ બાદ પાલિકાએ‎યામાહા શોરૂમનું દબાણ તોડી પાડ્યું‎:સત્તાનો દુરુપયોગ કરી રાતોરાત શોરૂમ તોડી સામાન વેર વિખેર કર્યાનો અરજદારનો આક્ષેપ

📅 Published: September 15, 2026 | 📂 Category: gujarati-news

પાટણમાં સ્વાગતમાં ફરિયાદ બાદ કલેકટરના આદેશથી ડીસા હાઇવે રોડ પર હર્ષ ઓટોમોબાઇલ્સ યામાહા શોરૂમમાં નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરાયેલ ડિમોલિશનની કામગીરી સામે વિવાદ સર્જાયો છે. જેમાં સિદ્ધહેમનગર સોસાયટીના રહીશ અને ભાડવાત વ્રજેશ કાશીરામ પટેલે ચીફ ઓફિસર તેમજ પ્રાંત અધિકારી/નાયબ કલેક્ટરને લેખિત અરજી આપી પાલિકાના કર્મચારીઓ પર ‘મિસ યુઝ ઓફ પાવર’ કરી ગેરકાયદેસર રીતે બાંધકામ તોડી પાડવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. અનુસંધાન પાન-3 મિલકત પર બોજો નોંધાવ્યા બાદ દબાણ દૂર કર્યું: CO
ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું કે, સ્વાગત કાર્યક્રમમાં દબાણ દૂર કરવા અંગેનો પ્રશ્ન રજૂ થયો હતો. અગાઉ પાલિકાએ કાર્યવાહી ન કરતાં અરજદારે સ્વાગતમાં રજૂઆત કરી હતી. રૂ. 8 લાખનો વેરો બાકી હોવાથી મિલકત સીલ કરાઈ હતી. દબાણ તોડવાથી વેરાની વસૂલાત અટકે તેમ હોવાથી મિલકત પર બોજો નોંધાવ્યા બાદ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *