રેન્કિંગમાં તળિયે પહોંચવા નજીક પાકિસ્તાની ટીમ, પતન વચ્ચે ઝિમ્બાબ્વેથી આગળ રહેવાના ફાંફા!

📅 Published: September 15, 2026 | 📂 Category: cricket

અત્યારે પાકિસ્તાની ક્રિકેટ પોતાના ઈતિહાસના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. હાલમાં જ ઈંગ્લેન્ડ સામે રમાયેલી 3 મેચની ટેસ્ટ સિરીઝમાં ટીમનો 0-3થી શરમજનક પરાજય થયો હતો. આ સિરીઝની એકપણ મેચમાં પાકિસ્તાન જીતવાની સ્થિતિમાં દેખાયું ન હતું. 10 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2016માં પાકિસ્તાની ટીમ ICC ટેસ્ટ રેન્કિંગમાં પહેલા સ્થાન પર હતી, તે આજે ગબડીને નવમાં ક્રમે પહોંચી ગઈ છે. હવે પાકિસ્તાન માત્ર ઝિમ્બાબ્વેથી જ આગળ છે. ઝિમ્બાબ્વે રેન્કિંગમાં દસમાં સ્થાને છે. આ પાકિસ્તાન ટીમનું અત્યાર સુધીનું સૌથી ખરાબ રેન્કિંગ છે, અને વિતેલા 10 વર્ષોમાં ટીમનું પ્રદર્શન સતત કથળી રહ્યું છે.

તળિયે પહોંચવાથી માત્ર એક ક્રમ દૂર 

ICC રેન્કિંગમાં પાકિસ્તાન તળિયે પહોંચવાથી માત્ર એક ક્રમ દૂર છે, ત્યારે વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC 2025-27) સાયકલમાં પણ ટીમની હાલત વધુ ખરાબ છે. આ સાયકલમાં પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે નવામાં ક્રમે છે. ટીમે અત્યાર સુધી આ સાયકલમાં 9 રેડ બોલ મેચ રમી છે, જેમાંથી માત્ર 2 મેચમાં જીત મેળવી છે અને 7 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. WTCની સતત ચોથી સાયકલમાં પણ પાકિસ્તાન એકપણ વખત ફાઈનલમાં પ્રવેશ કરી શક્યું નથી અને 4.63% પોઈન્ટ સાથે આ વખતે પણ ફાઈનલમાં પહોંચવું તેમના માટે અશક્ય દેખાઈ રહ્યું છે.

સતત નિરાશાજનક પ્રદર્શન

અગાઉના એટલે કે 2023-25ના WTC સાયકલમાં પણ પાકિસ્તાની ટીમ નવામાં સ્થાને રહી હતી, જ્યાં રમાયેલી 14 મેચોમાંથી 5માં જીત અને 9માં હાર થઈ હતી. તે પહેલાં 2021-23ના સાયકલ પર નજર કરીએ તો પાકિસ્તાને 7th સ્થાને સફર પૂરી કરી હતી. એ વખતે રમાયેલી 14 મેચોમાંથી ચારમાં જીત મેળવી હતી, જ્યારે છ માં હાર થઈ હતી અને 4 મેચ ડ્રો રહી હતી.

પ્રથમ WTC સાયકલ (2019-21)માં પણ ન મળી સફળતા

સૌથી પહેલા એટલે કે વર્ષ 2019-21ના WTC સાયકલમાં પણ પાકિસ્તાનનું પ્રદર્શન નિરાશાજનક જ રહ્યું હતું. તે સાયકલમાં ટીમ પાંચમાં સ્થાને રહી હતી. ટીમે કુલ 12 મેચો રમી હતી, જેમાં 4 મેચમાં જીત મેળવી હતી, 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને 3 મેચ ડ્રોમાં પરિણમી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *