ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 72 રને હરાવીને 8મી વખત વિમેન્સ એશિયા કપ 2026નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. પરંતુ આ દરમિયાન મોટો વિવાદ સામે આવ્યો હતો. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ અને પાકિસ્તાનના કેબિનેટ મંત્રી મોહસિન નકવીના હાથે એવોર્ડ સ્વીકારવાનો ઇનકાર કરવાને કારણે ભારતીય ટીમને હજુ સુધી ટ્રોફી સોંપવામાં આવી નથી.
BCCI સેક્રેટરીએ ટ્રોફી વિવાદ પર શું કહ્યું?
આ સમગ્ર મામલે BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયાએ સ્પષ્ટતા કરી છે કે, ભારતીય ટીમને ટૂંક સમયમાં જ પુરુષ અને મહિલા બંને એશિયા કપની ટ્રોફીઓ મળી જશે. તેમણે જણાવ્યું કે, અમે માત્ર આ વખતની વિમેન્સ એશિયા કપની ટ્રોફી જ નહીં, પરંતુ છેલ્લા એક વર્ષથી અટકેલી મેન્સ એશિયા કપની ટ્રોફી પણ ભારતમાં લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
મોહસિન નકવી પાસેથી એવોર્ડ લેવાનો કેમ કર્યો ઇનકાર?<a href="http://<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">VIDEO | Guwahati: BCCI secretary Devajit Saikia says, "We are very hopeful that very soon we are going to get not only yesterday's Women's Asia Cup trophy, but also the men's Asia Cup trophy which is not with us for the last one-and-a-half years. We are going to get both the… <a href="
; Press Trust of India (@PTI_News) <a href="
14, 2026</a></blockquote> <script async src="
; charset="utf-8"></script>” target=”_blank”>
બોર્ડના વલણ વિશે વાત કરતા સૈકિયાએ જણાવ્યું કે, ભારત વિરોધી વલણ ધરાવતી વ્યક્તિ પાસેથી એવોર્ડ સ્વીકારવો એ દેશના હિતમાં નહોતો. BCCI એ સૂચન કર્યું હતું કે ACCના ડિપ્યુટી ચેરમેન અને અમીરાત ક્રિકેટ બોર્ડના અધિકારી ખાલિદ અલ ઝરૂનીના હાથે ટ્રોફી આપવામાં આવે. પરંતુ અમારા આ પ્રસ્તાવનો અસ્વીકાર થતાં ભારતીય ટીમ પાસે પ્રેઝન્ટેશનનો બહિષ્કાર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ હતો નહી.
ભારતીય ચાહકોએ નકવી સામે ‘ટ્રોફી ચોર’ના નારા લગાવ્યા
ગયા વર્ષે પણ મેન્સ એશિયા કપ જીત્યા બાદ મોહસિન નકવી ટ્રોફી પોતાની સાથે લઈ ગયા હતા. આ વખતે પણ પૂર્વ માહિતી આપવા છતાં તેઓ ટ્રોફી આપવાની જિદ્દ પર અડગ રહ્યા હતા. ભારતીય મહિલા ટીમે સ્ટેજ પર જવાનો ઇનકાર કરતાં નકવીને સ્ટેડિયમમાં અંદાજે 45 મિનિટ સુધી રાહ જોવી પડી હતી અને આખરે નિરાશ થઈને જવું પડ્યું હતું. આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર ભારતીય ફેન્સનો વિરોધ દર્શાવતો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં ભારતીય ફેંસ નકવીને ‘ટ્રોફી ચોર’ કહીને ટોણા મારી રહ્યા છે.
