શંખેશ્વર જૈનતીર્થમાં સંવત્સરી પ્રતિક્રમણ યોજાયું:મિચ્છામિદુક્કડમ સાથે મહાપર્વની ઉજવણી, 5 જૈનાચાર્ય અને 200 સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રા

📅 Published: September 15, 2026 | 📂 Category: gujarati-news

ભારતભરના ત્રીજા મોટા જૈનતીર્થ શંખેશ્વર ખાતે પર્યુષણ મહાપર્વની આઠ દિવસની આરાધના બાદ સંવત્સરી પ્રતિક્રમણ યોજાયું હતું. આ પ્રસંગે પાંચ જૈનાચાર્ય અને 200 જેટલા સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં 1500 આરાધકોએ ચાતુર્માસ કર્યું હતું. આ પ્રતિક્રમણમાં વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. આ ભવ્ય પર્યુષણ મહોત્સવ પ્રવચન શ્રુતતીર્થમાં સિદ્ધહસ્ત લેખક પૂર્ણચંદ્રસૂરીશ્વરી મહારાજા અને પ્રવચનકાર તેમજ શ્રુતરક્ષા પ્રેરક યુગચંદ્રસૂરીશ્વરી મહારાજાની નિશ્રામાં યોજાયો હતો. સંવત્સરીના દિવસે સોનાની શાહીથી લખાયેલા પવિત્ર ગ્રંથ બારસાસૂત્રનું વાંચન કરવામાં આવ્યું. ત્યારબાદ જીવદયાની બોલી પણ થઈ હતી. શંખેશ્વર ખાતે કલાપૂર્ણસૂરી સ્મારક મંદિર, આગમ મંદિર, નવકાર મંદિર અને પાર્શ્વ પદ્માવતી 1008 પાર્શ્વનાથ જિનાલય સહિતની જગ્યાઓએ 1500 જેટલા આરાધકોએ પર્યુષણ મહાપર્વની આરાધના કરી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *