Ahmedabadના ન્યુ રાણીપમાં મહિલાની સોનાની ચેઇન ઝૂંટવનારા 2 રીઢા ચોરોની ધરપકડ

📅 Published: September 15, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં બનેલી ચેઇન સ્નેચિંગની ગંભીર ઘટનાનો LCB ઝોન-2 ની ટીમે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. ગત 11 સપ્ટેમ્બરની વહેલી સવારે ન્યુ રાણીપ આર્યવીલા ફ્લેટ ચાર રસ્તા પાસેથી પસાર થતી મહિલાના ગળામાંથી બાઇક પર આવેલા બે શખ્સો સોનાની ચેઇન ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ LCB ની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી હતી.

120 થી વધુ CCTV અને ટેકનિકલ સોર્સથી આરોપીઓની ઓળખ

ગુનાનો ઉકેલ લાવવા માટે LCB ની ટીમે ઘટનાસ્થળથી લઈને કુબેરનગર સુધીના માર્ગો પરના 120 થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ઝીણવટપૂર્વક તપાસ્યા હતા. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની ચોક્કસ બાતમીના આધારે પોલીસે મયુર દિનેશ બજરંગે અને દિપક ભીખા ઇન્દ્રેકર નામના બે રીઢા આરોપીઓને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ ચેઇન સ્નેચિંગની કબૂલાત કરી હતી.

Chain snatching case solved in Ahmedabad

રૂ. 1 લાખનો મુદ્દામાલ રિકવર અને ગુનાહિત ઇતિહાસ

પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 50 હજારની કિંમતની સોનાની ચેઇન અને ગુનામાં વપરાયેલી હોન્ડા યુનિકોન બાઇક (રૂ. 50 હજાર) મળી કુલ રૂ. 1 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પકડાયેલા મયુર બજરંગે વિરુદ્ધ અગાઉ ચોરી, જુગાર અને દારૂના 7 ગુના તથા દિપક ઇન્દ્રેકર વિરુદ્ધ 3 ગુના નોંધાયેલા છે. LCB ઝોન-2 ની ટીમે આગળની કાર્યવાહી અને વધુ તપાસ અર્થે બંને આરોપીઓને સાબરમતી પોલીસને સોંપ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *