Ahmedabad: પશ્ચિમમાં ગણેશ ઉત્સવ અને નવરાત્રી પૂર્વે પોલીસનું વિશાળ કોમ્બિંગ; 23 ટીમો મેદાનમાં

📅 Published: September 15, 2026 | 📂 Category: gujarati-news

આગામી ગણેશ મહોત્સવ અને નવરાત્રી જેવા ભવ્ય લોકઉત્સવો દરમિયાન શહેરની શાંતિ અને સલામતી જાળવી રાખવા માટે અમદાવાદ શહેર પોલીસ તંત્ર પૂરેપૂરું એક્શન મોડમાં આવી ગયું છે. તહેવારો દરમિયાન કોઈ અપ્રિય બનાવ ન બને અને ગુનાખોરી પર અંકુશ રહે તે માટે પશ્ચિમ વિસ્તારના વેજલપુર, વાસણા, સેટેલાઇટ, આનંદ નગર અને પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાપક કોમ્બિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં પોલીસનું મેગા કોમ્બિંગ

આ સઘન ચેકિંગ ઝુંબેશમાં 250થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. સમગ્ર ઓપરેશનને સુચારૂ રીતે પાર પાડવા માટે કુલ 23 અલગ-અલગ સ્પેશિયલ ટીમોની રચના કરવામાં આવી હતી.પોલીસ તંત્ર દ્વારા ખાસ કરીને છેલ્લા બે વર્ષ દરમિયાન શરીર સંબંધી (જેવા કે હુમલો, ધાકધમકી, કે જીવલેણ ઇજા પહોંચાડવી) ગંભીર ગુનાઓ આચરેલા આરોપીઓની યાદી અગાઉથી તૈયાર કરવામાં આવી હતી. 23 ટીમોએ એકસાથે જુદા જુદા વિસ્તારોમાં ત્રાટકીને આ તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના નિવાસસ્થાને આકસ્મિક દરોડા પાડ્યા હતા.

ગણેશ ચતુર્થી અને નવરાત્રીમાં સુરક્ષા વધારાઈ

પોલીસે આરોપીઓની વર્તમાન પ્રવૃત્તિઓ અંગે ઘરે જઈને સઘન પૂછપરછ કરી હતી અને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે શંકાસ્પદ હિલચાલ નથી તે અંગે તપાસ કરી કડક ચેતવણી આપી હતી. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ રાખવા પોલીસ દ્વારા આવી સરપ્રાઇઝ ડ્રાઇવ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad: બાબુ કાલીયા ગેંગ સામે ઝોન-7 પોલીસે ઠોક્યો GUJCTOC, હથિયારો-ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *