Surat News: નર્મદાના પોલીસ કોન્સ્ટેબલ વિજ્ઞેશ વસાવા વિરુદ્ધ કાપોદ્રામાં બળાત્કારનો ગુનો દાખલ

📅 Published: September 16, 2026 | 📂 Category: Crime

નર્મદા જિલ્લામાં આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ વિજ્ઞેશ વસાવાએ સુરતના કાપોદ્રા વિસ્તારની ખાનગી હોસ્પિટલની નર્સ પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. સુરત ગ્રામ્ય વિસ્તારની વતની અને હાલ કાપોદ્રાની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી આ યુવતીએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના અલમાવાડી ગામના વતની અને નર્મદામાં આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા વિજ્ઞેશ રાવજી વસાવા વિરુદ્ધ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, તેની સંબંધી આ યુવકના વતનમાં પરણી હોઈ ત્યાં જતી આવતી હોઈ આ સંબંધીએ જ વિજ્ઞેશ સાથે પરિચય કરાવ્યો હતો. 

સામાજિક રીતે આઠ લાખનું વળતર લઈ છૂટા પડ્યા

બંનેની જ્ઞાતિ એક જ હોઈ બંને વચ્ચે પરિચય વધુ ગાઢ બન્યો હતો અને તે દૈહિક આકર્ષણમાં પરિણમ્યો હતો. સગાઈ અને લગ્નનું વચન આપી આ કોન્સ્ટેબલે તેની સાથે સંબંધો વધાર્યા હતા, પરંતુ થોડાક સમયથી બંને વચ્ચે તણાવ સર્જાયો હતો.બંને વચ્ચે સંબંધોમાં તણાવ ઊભો થતાં લગ્ન શક્ય બન્યા ન હતા. જેને લઈ મામલો સમાજના આગેવાનો પાસે પહોંચ્યો હતો. સમાજની બેઠકમાં આ કોન્સ્ટેબલ વળતર તરીકે આઠ લાખ ચૂકવે તેવું નક્કી થયું હતું. પહેલાં પાંચ લાખ રોકડા અને બાકીની રકમ દર મહિને હપ્તા પેટે બાંહેધરી આપવામાં આવી હતી. સમાજના લેવાયેલા નિર્ણય પ્રમાણે આ કોન્સ્ટેબલે નાણાં આપવાનું ઠેરવ્યું હતું અને ફરી ક્યારેય સંપર્ક નહિ કરવાનો પણ આદેશ કરાયો હતો.

સુરતમાં બંદોબસ્તમાં આવ્યો ત્યારે ધમકાવી બળાત્કાર

સુરતમાં બંદોબસ્તમાં આવ્યો ત્યારે ધમકાવી બળાત્કારસામાજિક રીતે નિર્ણય લઈ છૂટા થયા બાદ પણ ગત મે મહિનામાં આ કોન્સ્ટેબલ સુરત શહેરમાં બંદોબસ્ત માટે આવ્યો હતો. તે વખતે આ યુવતીને હોસ્પિટલમાં આવી તોફાન કરવાની ધમકી આપી લાલ દરવાજા સ્થિત આલકાર ગેસ્ટ હાઉસમાં બોલાવી હતી. અહીં જૂના સંબંધો વેળા લેવાયેલી તસવીરો વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર કર્યાના આક્ષેપ સાથે યુવતીએ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Gujarat Rain Report: રાજ્યમાં સિઝનનો 84 ટકા વરસાદ ખાબક્યો, આ વિસ્તારોમાં હજી 95 ટકા સુધીની ઘટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *