Bhavnagar Crime News: સોશિયલ મીડિયાથી ઘર સુધી, સગીરા સાથે અડપલાં અને માનસિક ત્રાસ આપવા મામલે ત્રણ સામે ગુનો દાખલ, અરમાન ઝડપાયો

📅 Published: September 16, 2026 | 📂 Category: Crime

ભાવનગર શહેરમાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાવનગર શહેરના એક જઘન્ય કિસ્સામાં સગીરા સાથે શારીરિક અડપલાં અને માનસિક ટોર્ચરિંગ કરનાર મુખ્ય આરોપી અરમાન સોલંકી તેમજ અન્ય બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, આરોપી અરમાન સોલંકીએ આજથી એક વર્ષ અગાઉ અન્ય સમાજની આ દીકરીના ઘરે પોતાના પરિવારના સારા સંબંધોનો લાભ લઈને પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ સગીરાના મોબાઈલમાંથી Instagram આઈડી મેળવીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી.

સ્કૂલે જતી વેળાએ સગીરાને કરતો હતો પરેશાન

આરોપી અરમાન સોલંકી સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કર્યા બાદ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીનીની પાછળ પડી ગયો હતો. દીકરી જ્યારે પણ શાળાએ અભ્યાસાર્થે જતી, ત્યારે આ શખ્સ તેનો પીછો કરીને અવારનવાર પરેશાન કરતો હતો. સગીરાને સતત માનસિક ત્રાસ આપીને તેની જિંદગી હરામ કરી નાખી હતી, જેના કારણે ભોગ બનનાર પરિવાર ચિંતામાં મૂકાઈ ગયો હતો.

Bhavnagar Crime News: Minor Girl Harassment Case: Main Accused Arman Solanki Detained

પોલીસ ચોપડે ગુનો અને LCBની કાર્યવાહી

આ મામલે પીડિત પરિવાર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવતા ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં મુખ્ય આરોપી અરમાન સોલંકી સહિત કુલ ત્રણ ઇસમો વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગંભીર પ્રકારનો મામલો હોવાથી પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. સગીર વિદ્યાર્થીનીને સતત ટોર્ચર કરનાર મુખ્ય આરોપી અરમાન સોલંકીને ભાવનગર LCB પોલીસે સફળતાપૂર્વક ડીટેઇન કરી લીધો છે.

અન્ય આરોપીઓની શોધખોળ 

મુખ્ય આરોપી પોલીસ સકંજામાં આવી ગયો છે, જ્યારે આ ગુનામાં સામેલ અન્ય બે અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસ અને LCB દ્વારા સઘન તજવીજ હાથ ધરવામાં આવી છે. સગીરાની સુરક્ષા અને ન્યાય માટે પોલીસે આ કેસમાં કડક કાર્યવાહીના સંકેતો આપ્યા છે.

આ પણ વાંચો: Bhavnagar News: કાર ડીલરને હનીટ્રેપમાં ફસાવી 3 લાખ પડાવી લીધા, મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *